________________
૧૯૪
ઈર્ષ્યાથી સળગી જશે!. તમારા સપ તૂટી જશે. તમે પરસ્પર કલહ કરી મૂકશે. મને તમારા આ શાંત જીવનમાં કાંચ અગ્નિ ચંપાઇ તે નહી જાય ને તેની ચિંતા છે.” પાંચેય પાંડવાને આજે તે કાઈ એવા ભાવ ન હતા. પણ નારદજીની વાત કંઈક વ્યવહારુ લાગતી હતી. યુધિષ્ઠિરે કહ્યું–“મુનિશ્રેષ્ઠ ! તમે જે કઈ માર્ગ બતાવશે એઅમારે સહુને માન્ય છે.” નારદજીએ તુરત જ રસ્તા મતાન્યેા.
* પાંડવાની પ્રતિજ્ઞા
“જુઓ, દ્રૌપદી ભલે પેાતાની મરજી પ્રમાણે કોઇપણ પાંડવની સાથે રહે, સાથે જાય પણ જ્યારે પાંચેયમાંથી કાઈ એકની પાસે હાય ત્યારે બીજા કોઈપણ પાંડવે તેની પાસે જવું નહીં. દ્રૌપદીને જોવી પણ નહીં. અને જો તેમ કરવામાં કોઇપણ ભૂલ કરે તેા ભૂલ કરનારે બાર વર્ષ સુધી વનમાં જવું.”
પાંડવાએ શ્રી કૃષ્ણજી સામે દૃષ્ટિ દોડાવી શ્રીકૃષ્ણજીને પણ આ વાત વ્યાજબી લાગી હતી. પાંડવાને તેા અત્યારે સંતેાષ હતા. પરસ્પર પ્રેમ હતા. તેમ છતાંય ભવિષ્યમાં શું થાય તે કેમ કહેવાય ? અને જેને નિયમના પાલન કરવામાં તકલીફ ન હોય તે નિયમ લેતા શું કરવા ગભરાય ? નારદજીનું પહેલુ જ દશ ન હતુ. પાંચેય જણાને લાગતુ હતુ કે વિના નિયમે પણ પાલન કરવાનુ જ છે, ભલે, મુનિ મહારાજ પ્રસન્ન થાય. અને પાંચેય જણાએ નારદજીના ચર ણમાં ઝૂકી તેમના કહ્યા પ્રમાણે પ્રતિજ્ઞા કરી.
નારદઋષિ પેાતાની આ વાતની સ્વીકૃતિથી ખૂબ ખુશ