________________
...પધારે મુનિરાજ આપના જ આગમનની રાહ જોઉ છું. આ, આ મારા પાંડુના પુત્રને આપ આશીવાદ આપો.”?
પાંડેએ પણ વિનયપૂર્વક નારદજીને હાથ જોડી આવકાર્યા. શ્રીકૃષ્ણજીએ પાંડવોને બેસી જવા ઈશારે કર્યો ઉતાવળા ઉતાવળા નારદજી શા માટે આવ્યા હતા તે જાણવાની સહુની આતુરતા હતી. શ્રીકૃષ્ણજી નારદજીથી પરિચિત હતા પણ પાંડવોને તો આ પહેલે જ પ્રસંગ હતે. આવા મહામુનિનું આકસ્મિક આગમન પાંડુ પુત્રોના મનમાં એક પ્રશ્ન પેદા કરતું હતું. ત્યાં જ નારદજી પ્રકાશ્યા.
દિકરાઓ....! મારે ખૂબ જ ફરવાનું હોય છે. છે ક દેવલોથી માંડીને આ મનુષ્યલેક અને પાતાળ લેક સુધી મારે ધ્યાન રાખવું પડે છે. ત્રણેય લોકમાં કંઈક અવનવી ઘટના થાય તો મારે તેની નોંધ રાખવી પડે છે. “તમારા પાંચેયના લગ્ન કુપદની પુત્રી દ્રૌપદી જેડે થયા છે ને ?” પાંડુ કુમારે શ્રીકૃષ્ણ મહારાજા સામે જોઈ વિનય પૂર્વક બોલ્યા- “હા, મુનિ શ્રેષ્ઠ, અમારા વિવાહની તમામ વાત શ્રીકૃષ્ણજી જાણે છે. નારદજી કહે છે, “દિકરાઓ ! શ્રીકૃષ્ણ પણ ત્યાં હાજર હતા અને તમારા બધાય વડીલ ત્યાં હતા તે મેં જાણ્યું. ભીમ, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર, દ્રોણ બધાય હાજર હતા શ્રીકૃષ્ણ પણ ત્યાં હતા છતાંય કોણ જાણે આ બધા કેવા છે? કોઈ ભવિષ્યની ચિંતા કરતા નથી. માટે જ મારે આવવું પડયું છે. આ મારા શ્રીકૃષ્ણ કંઈક