________________
૨૯૦
સર દ્રૌપદી હસ્તિનાપુરની લક્ષમી બને છે.
મહારાજા દ્રુપદે ખૂબ જ ઠાઠ પૂર્વક લગ્નની તૈયારી કરાવી હતી એટલી જ સમૃદ્ધિ અને શક્તિથી આ પ્રસંગને ગૌરવવંતો બનાવ્યું. પાંડુરાજાના આશીવાદ પામેલા પાંડવની પણ આજે કોઈ અદ્ભુત શેભા લાગતી હતી. શણગાર તો રૂપવિહીનને પણ તેજસ્વી બનાવે તે આ રૂપાળા પાંડનું તે પૂછવું જ શું? સાક્ષાત્ દેવ કુમારે આજે કાંપિલ્યપુરમાં પધાર્યા હોય તેવું લાગતું હતું. લોકેને આશ્ચર્ય એ હતું કે આ પાંચેય વચ્ચે હમણાં આ એક જ દ્રૌપદી છે તેમ છતાં ય કેઈના મુખ ઉપર ઈષ્યને ભાવ કેમ નથી?
પાંડેને આ પ્રેમ સહના માટે વિસ્મયકારી હતે. વિવાહની મંગળ વિધિ ચાલી રહી હતી. રાજા કુપદે પાંડવને પિતાને હતો એટલે ખજાનો સમર્પણ કર્યો. હસ્તિનાપુરની રંગ અને રેનક ફેરવી દે એટલી વિશાળ સમૃદ્ધિ સાથે પાંડવોએ પિતાના નગર તરફ પ્રયાણ આદર્યું.
પાંચેય પાંડ પ્રત્યે પોતાને સમાન ભાવ લાગી રહ્યો હોવા છતાંય જે બન્યું તેના માટે દ્રૌપદીને પણ આશ્ચર્ય હતું. ભાવી જીંદગીના પ્રશ્નો હોવા છતાંય એક ભવ્ય પ્રાપ્તિ પિતાને થઈ હોય તેવી ભાવના દ્રૌપદીના મુખ પર વંચાતી હતી. પિતાનું ઘર–જન્મભૂમિ...અનેક સંબંધીઓ.... આ બધું છોડીને અજાણ્યા સ્થળે, અજાણ્યા માણસની વચમાં જવાની વેળા સમજદાર સ્ત્રીઓને પણ વિહળ બનાવી દે છે. છતાંય કર્તવ્ય પંથ પર તે સહુએ ચાલવાનું જ હોય છે.