________________
૨૦૧
દ્રૌપદીને વળાવવાની વસમી વેળા આવી. મહારાજા પાંડુ આદિ સહુ તૈયાર થઈ ગયા છે. દ્રૌપદી પણ હવે કાંપિલ્યપુરની કમલિની મટી હસ્તિનાપુરની લક્ષ્મી બની ચૂકી
છે. સ્વયંવર મંડપમાં પધારેલ શ્રીકૃષ્ણજી અને બીજા રાજ વીઓએ પણ પાંડુની સાથે પ્રયાણ કર્યું. દ્રુપદરાજા બહુ દૂર સુધી પાંડવાને મૂકવા ગયા. પાંડુએ ખૂબ જ સમજાવ્યા ત્યારે ભારે મને પેાતાના નગર તરફ વળ્યા.
ૐ શ્રી કૃષ્ણજીની ચિંતા નારદના ખુલાસા.
પાંડુ મહારાજાએ આન ંદપૂર્વક હસ્તિનાપુર તરફ પેાતાના રથ લઈ લીધેા. ખાસેા રાજકાઙેા આજે હસ્તિાનાપુરમાં હતા શ્રીકૃષ્ણ પણ હમણાં હસ્તિનાપુરમાં જ રોકાયા હતા. શ્રીકૃષ્ણ એ કંઇક ખાનગી સલાહ આપવા પાંચેય પાંડવે ને એકાંતમાં ખેલાવી લેવા તેવુ વિચાયુ. આજે શ્રીકૃષ્ણને એવું કોંઇક કહેવુ હતુ કે જેથી પાંડવાનુ ભાવિ જીવન શાંતિમય રીતે પસાર થાય. પાંચ પતિ વચ્ચે એક પત્ની એટલે ઝઘડાનું મૂળ કહેવાય. પણ કોઈની વ્યક્તિગત બાબતમાં એવા સીધા પ્રવેશ કરવા એ પણ વિચારણીય હતું.
સારા નસીબે ત્યાં જ આકાશમાં એક તેજ પુજ દેખાયા સહુ પાંડવાની ડોક ઊંચી થઈ ગઈ. તેજ પુજમાંથી સ્પષ્ટ આકાર દેખાયા. ત્યાં જ શ્રી કૃષ્ણજી ખેલી ઊઠવ્યા.... પધારો