________________
૨૮૯
હાજરીમાં જ તેના પૂર્વભવોની વાત કરી તેથી દ્રૌપદી પણ સમજે છે કે તેને મળનારા પાંચ પતિ એ પૂર્વભવમાં પોતે કરેલ અશુભ ભાવના અને અશુભ સંસ્કારનું જ પરિણામ છે. ભલે સંયમના સંસ્કારથી સતિત્વ અખંડિત રહેતું હોય પણ પાંચ પતિ હવામાં હરખાવા જેવું કશું જ નથી. આસ્તિક લેકે પણ આ વાત સમજી ગયા કે પાંડ જેવા પતિ દ્રૌપદીને મળ્યા તે પૃદય હોય પણ પાંચ પતિ હવા એ એમના માટે કષ્ટ જ છે....! લોકો પણ સમજે છે કે પતિ અને પત્નિને સંબંધ એ ભેગની ભાગીદારી માત્ર નથી.... પતિ સેવ્ય છે. પત્નિ સેવિકા છે... એક સેવ્યના અનેક સેવક હોય તે સેવ્યને વૈભવ છે... પણ એક સેવકના બે સ્વામી હોય તો તે સેવકની ફજેતી છે. જેઓ આવા સ્વામી સેવકના ભાવને સમજે છે તેમના માટે દ્રૌપદી એક અપવાદિત ઘટના છે. તેથી જ દ્રુપદે પણ, ભારે મને લગ્નની તૈયારી કરવા માંડી છે....
આ પ્રસંગે દુર્યોધન અને ખાસ પેલા શકુનિના મન પર ખૂબ જ ઘેરી અસર ઉપજાવી હતી.... તેમનું ચાલત તો તેઓ સ્વયંવર મંડપને ભંગ કરત....પણ લાજ નડતી હતી પેલી માતા સત્યવતી અને પિતામહ ભીષ્મની, ધૃતરાષ્ટ્રની અને પાંડુની, કૌરવના કુળની અને મુનિના વચનની, શ્રીકૃષ્ણની દરમ્યાનગીરીની અને પાંડવોને પ્રાપ્ત થયેલી સજજનેની સહાનુભૂતિની. ... તેથી આ પ્રસંગે દુર્યોધને અને કણે મૌન રાખી લીધું.