________________
૨૭૦.
- રામ વનના આ શૂનકારમાં આ વખતે કોઈ હાજર ન હતું. માત્ર જંગલના ઝાડે જ મુકી–મુકીને મહામુનિ ધર્મરૂચિ અણગારા (સાધુ)ની મંગલ સ્તવના કરતા હતા !
અહો...! પેલી બાજુ પેલી નિષ્ફર નાગશ્રીને આનંદ હતે ભલે સાધુનું જે થવું હોય તે થાય પણ મારે માથેથી તે એક બલા ટળી....
ઉપાશ્રયમાં ધમધષસૂરિજી મહારાજા તપસ્વી ધર્મરૂચિ મુનિની પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. થોડી વાર થયા પછી તપસ્વી ન આવ્યા એટલે ગુરૂએ તપાસ આદરી તપાસ કરતાં ત્યાં અન્ય શિષ્યએ ધર્મરૂચિ મુનિને વનમાં સમાધિ પૂર્વક મૃત્યુ–પામેલા જોયા. શાક પાત્રમાં જરાય ન હતું. અને રજોહરણ વિગેરે સાધુને વેશ ત્યાં પડે હતે. શિષ્ય આ વેશ લઈને ગુરુ મહારાજ પાસે પાછા આવ્યા. ગુરુ ધર્મ ઘેષ સૂરિજી જ્ઞાની હતા. તેમણે પિતાના જ્ઞાન ચક્ષુથી આખી વાત સમજવા પ્રયત્ન કર્યો.... ખૂબજ દ્વિધામાં પડેલા પિતાના મુનિઓની શંકા ટાળવા ગુરુ મહારાજે બધી જ વાત ખુલ્લી કરી. શાક વહરાવનાર નાગશ્રીનું નામ જાહેર થઈ ગયું ! | મુનિઓની આ ચર્ચાથી શ્રાવકને અને શ્રાવકની ચર્ચા થી આખા ગામમાં આ હત્યાનું પાપ નાગશ્રીના માથે છે તે વાત ગવાઈ ગઈ. સોમદેવે પણ આ વાત સાંભળી. ઘેર જઈ ને નાગશ્રીને ખૂબ જ ધમકાવી. નાગશ્રીએ કબૂલ કરવું જ પડયું કે પોતે જાણી જોઈને આ ઝેરી શાક મુનિને વહેરાવી દીધું હતું. સોમદેવ પોતે જૈન ન હતું છતાંય એક આવા નિદોર્ષ અને તપસ્વી સાધુ સાથેનું આવું પાપમય આચરણ કરનાર નાગશ્રી પર તેને ખૂબ જ નફરત થઈ. તેણે વિચાર્યું