________________
૨૭૫ ઈષ્ય એ પિતાના જ હૃદયમાં નાખેલી સેય છે. કહો, આ બધામાંથી તમને શું કરવા જેવું લાગે છે?
; લાલચ બહુ બુરી ચીજ છે. અશકય અને અસંભવિત
ચીજ પાછળ દોડાવવાની તેનામાં શક્તિ છે. પર લેટરીની ટીકીટનું પહેલું ઈનામ કોઈ એક જ જણને
લાગવાનું હોય છે. છતાંય એકપણ ટીકીટ લેનારે એ નથી હતો જેને એકવાર પણ પિતાને પહેલે નંબર
લાગે તેવી લાલસા ન રાખી હોય! * ગર્વ ચિત્તને ચંચળ કરે છે. ચિત્તની ચંચળતા એકાગ્ર
તને નાશ કરે છે. એકાગ્રતાને નાશ સાધનાને નાશ કરે છે. અને આખરે ગર્વિષ્ટ આમાં જ્ઞાન હોવા છતાંય સાધનાથી ભ્રષ્ટ થાય છે.
(દ્રૌપદીના સ્વયંવરમાં બીજા રાજપુત્રો ગર્વ કરીને ધનુષ્ય લેવા જાય છે. અર્જુન નમ્રતા કરીને ધનુષ્ય પાસે જાય છે. કદાચિત્ આજ અર્જુનની સફળતાનો પાયો હોય ! પ્રદક્ષિણાને પણ ભવ્ય અર્થ છે જેની આસપાસ આપણે પ્રદક્ષિણા દઈએ તેને તે જ વર્તુળમાં આપણે પ્રવેશ પામી શકીએ છીએ. જેને પ્રદક્ષિણા દઈએ છીએ તેનું જ તેજે વર્તુળ આપણે આપણા અંતઃકરણમાં સમાવી શકીએ છીએ. વિજ્ઞાન માને છે કે લોહચુંબકની આસપાસ જે ધાતુને તાર જોરથી ફરે (પ્રદક્ષિણા દે) તે તારમાં અવશ્ય વિદ્યુત પેદા થાય છે.