________________
૨૭૪
ૉ પાણીમાં ઉતરનાર માછલાંની ફરીયાદ કરે તે નકામુ છે. તેવી જ રીતે સ’સારી માણસ કોઈ વ્યક્તિ સ્વાથી છે. તે ફરીયાદ કરે તે નકામું છે. ખારે! સંસાર સ્વાથી છે. માનવરુપ માછલાથી જ ભરેલા છે. ફરિયાદ કર્યાં કરતાં હકીકતને સ્વીકારે અને સમજો, સાચી રીતે સમજશે એટલે સ'સારના ત્યાગ સ્વાભાવિક રીતે જ થઈ જશે. શાસ્ત્રમાં જણાવેલ સાનુકૂળ વાતનું સમર્થન કરનાર ઘણા હેાય છે પણ શાસ્ત્રની સર્વ વાતનું સમર્થન કરનાર વિરલ જ હાય છે.
'
卐
卐
卐
ગુસ્સા પેદા ન થાય તે ઉત્તમમાં ઉત્તમ વાત છે. પણ જો ગુસ્સા પેદા થયા જ હાય તા તેને કોઈ સરળ માગે તદ્ન ખાલી કરી જ દેવા, નહીં તેા ધૂંધવાયેલા ગુસ્સા સર્વનાશ સર્જી શકે છે.
વેર એ થીજી ગયેલેા અને ઠંડા થઈ ગયેલા ગુસ્સા જ છે.
કણ એ પરીક્ષાના પ્રસંગે થયેલ દ્રોણાચાય ના પક્ષપાત ના ગુસ્સાને વેરમાં ફેરવી દીધા હોય તેવુ' લાગે છે.
તમારૂં હૃદય બહુ કિ`મતી અને નાજુક છે. એની સંભાળ લેવા માટે ખ્યાલ રાખજો.
માન એ પેાતાના જ હૃદય પર મુકાતા પથ્થર છે. માયા એ પેાતાના જ હૃદયની વચ્ચે ઊભા કરાયેલા પડદો છે.
લાભ એ પેાતાના હૃદયમાં રેડવામાં આવેલા પાશ છે. ક્રોધ એ પાતાના જ હૃદય પર ફેરવાતી છરી છે.