________________
મહાભારતને વાંચીને દ્રોણાચાર્યને પક્ષપાતી, અર્જુનને મસ્કા મા, ભીષ્મને અન્યાયપોષક, શ્રીકૃષ્ણને ખટપટી રાજકારણ અને યુધિષ્ઠિરને જૂઠા, તથા દ્રૌપદીને દુરાચારી કહેનારાઓ આ દુનિયામાં બેઠા છે. તેઓ બધા પોતાની જાતને મહાન સંશેાધક ગણે છે. હું પણ તેમને સંશોધક કહું છું. પણ માખી જેવા; જે ગંદકીને ગમે ત્યાંથી અને ગમે તે ભોગે શોધી કાઢે છે”
F
જીવનનું સાચું ઘડતર કરવું હોય તો દ્રોણાચાર્યનું વિદ્યાવ્યસન, અર્જુનને વિનય ભીમની વચન પાલનતા, શ્રી કૃષ્ણની રાષ્ટ્રરક્ષા, તથા યુધિષ્ઠિરની સત્યાગ્રહીતા અને દ્રૌપદીની અણિશુદ્ધ પવિત્રતા તરફ જ ધ્યાન રાખે.
; દ્રોણાચાર્ય–અજુન ભીમ અને શ્રી કૃષ્ણ પણ કેઈવાર
ખલના પામે છે કેઈવાર જીવનના સત્ય માર્ગો ઠેકર ખાઈ જાય છે, તે કબુલ પણ તેઓ અસત્યમાર્ગના સમર્થક નથી. ગંદકીમાં લપસી ગયા હશે છતાંય ગંદકીમાં આળેટનાર કદી નથી.
R જગતને સ્વીકારતા શીખે, જગતમાં કેઈપણ માનવામાં દેષ ન હોય સ્વાર્થ ન હોય, કેઈને કંઈ પણ ગુન્હો ન હોય એવી અપેક્ષા જ ખોટી છે. જગતને દોષની અવગણના કરીને સ્વીકારશે તે જ સાચી સ્વીકૃતિ કરી શકશે,