________________
કિમાંક-૧૨ # પ્રાથનસાર 1 મહાભારતના પાત્રમાં બંને પ્રકારના પાત્ર દેખાય છે.
સુખી પાત્ર પણ છે, દુખી પાત્રો પણ છે. આજીવનમાં આવીને જેણે દુનિયાને કંઇક આપીને જ જવાને નિર્ણય કર્યો છે તે સરવાળે સુખી જ રહેવાનું અને આ જગત પાસેથી માત્ર લેવાની જ અપેક્ષા જે સેવે
છે તે અંતે દુઃખી જ થાય ક જીવન જીવનારની પાસે જે નિશ્ચિત છે કે અમૂલ્ય
આદર્શ ન હોય તે તેના જીવનને કશે અર્થ નથી. ક નિશ્ચિત લક્ષ્યવાળા માનવને દુઃખ કદાચિત વધારે આવે છે પણ તેઓ દુઃખી ઓછા થાય છે.
અનિશ્ચિત લક્ષ્યવાળાની પાસે સુખ ઘણું આવે છે. પણ તેઓ કદી સુખી રહી શકતા નથી કારણ, લક્ષ્યશૂન્યતા જેવું બીજું કઈ પણ દુઃખ નથી. જીવન છે એટલે બીજાની સહાયની જરૂર પડવાની જ બીજાની સહાયની જરૂર હશે તો બીજા પાસેથી ઘણું ઘણું માંગવું પડશે... મેળવવું પડશે. પણ સફળ જીવનને આદશ મેળવવું એ નથી પણ કોઈ ને
આપવાની ભાવના રાખવી એજ છે. ક વૈરાગ્યથી જીવવું એ તો હજી સહેલું પડે પણ ન્યાય
પૂર્વક કેઈનાય પક્ષપાત વગર જીવવું એ કપરું કામ છે.