________________
૨૮૫
દત્તે સુકુમારિકાને શાંત કરી. ધીમે ધીમે સાગરદત્તે સુકુમારિકાને હવે ધમ માગે વાળી દીધી. સાધુઓને દાન આપવામાં અને તેમની વિવિધ સેવા કરવામાં સુકુમારિકા જોડાઈ ગઈ. પેાતાના દુઃખને આ પવિત્ર કાર્યમાં તે ભૂલી ગઈ....
મેં સુકુમારિકા સાધુતાના પથે
એકવાર કોઈ ગુણવત સાધ્વીજીએ સાગરદત્તને ત્યાં વહેારવા આવ્યા. સુકુમારિકાએ ખૂબ જ ભાવપૂર્વક સાધ્વી જીએને વહેારાખ્યું. સાવીજીની ધર્મ સમજાવવાની છટાથી સુકુમારિકા ખૂબ પ્રભાવિત થઇ. આખરે સુકુમારિકાએ પણ સાવીજી થવાના નિર્ણય કરી લીધા. સુકુમારિકા ત્યાર બાદ સુંદર સાધ્વી બની ગઇ....વિવિધ અભ્યાસ કર્યાં બાદ તેણે કષ્ટો સહન કરવાના અભ્યાસ કરવા માંડયો.
એક દિવસે સુકુમારિકાએ તેમના વડીલ સાધ્વીજીને કહ્યુ “ આર્યાં, હું બહાર ઉદ્યાનમાં જઈને આતાપના લઉં ? ' (ગરમી સહન કરું.) વડીલ સાધ્વીજીએ મધુરતાપૂર્વક કહ્યુ “ સાધ્વીજી ! તમે જાણેા છે કે સાઘ્વીજીથી જાહેરમાં આતાપના ન લેવાય.” સુકુમારિકાએ પેાતાના વડીલ સાઘ્વીજીની વાત ગણકારી નહીં. ગુરુણીજીની ના હેાવા છતાંય પેાતાના ઉદ્ધત સ્વભાવ પ્રમાણે તે આતાપના લેવા મહાર ઉદ્યાનમાં નીકળી પડયા. તે સાધ્વીજી મહાર ઉદ્યાનમાં આતાપના લેતા હતા, ત્યાં જ ઉદ્યાનના એક ખૂણમાં તેમની દૃષ્ટિ પડી.... આમેય આત પનાના થાક હતે....તનની જોડે મન પણ થાકયુ હતુ. નજર આમતેમ ભમતી હતી. ઉદ્યાનમાં જે દૃશ્ય જોયુ