________________
૨૮૬ તેનાથી તે સુકુમારિકા સાધ્વીજી હાલી ઉઠયા...સુકુમારિકા સાવી હતા છતાંય વિચારી બેઠા-“વાહ! શું અદ્ભુત છે આ જીવન કેટલા પતિ છે પેલી સ્ત્રીના ?..અહા! શું પુરુષે આની પાછળ પાગલ થયા છે.....!”
શિક વેશ્યા દર્શને સુકુમારિકાનું નિયાણું
આ ઉદ્યાનમાં એક વેશ્યા આવી હતી. આ એક જ વેશ્યામાં પાંચ પુરુષે તન્મય થઈ ગયા હતા. બધાને આ વેશ્યા પ્રાણપ્રિય લાગતી હતી. એટલે આજે પાંચેય તેની સેવામાં રહી તેને કાકલૂદી કરતા હતા. એક જણે તે વેશ્યાને ખોળામાં બેસાડી છે. પેલી પોતાના રૂપ અને કામ ગુણ પર આફરીન બીજા પુરુષનાં ખોળામાં પિતાના પગ નાંખીને બેઠી છે. પેલે તેના પગને ધીમે ધીમે દબાવી રહ્યો છે. ત્રીજે એક જણ તે વેશ્યાને ગરમી ન લાગે માટે છત્ર ધરી રહ્યો છે. જે તેના છૂટા વાળને ધીમે ધીમે ગુંથી રહ્યો છે અને પાંચમે તે વેશ્યાને ધીમે ધીમે ચામર વીંઝી રહ્યો છે. બસ, સુકુમારીકાએ આ વેશ્યાને વૈભવ જોયો અને તેનું મન હાલી ઊઠયું. પિતાનું પૂર્વ જીવન યાદ આવી ગયું....
હે ! કેવું હતું એ દુર્ભાગ્ય કે પિતાને પતિ પણ પોતાના સ્પર્શથી દૂર દૂર ભાગી જતો. અને આ રંગીલાઓ ક્યાંય કયાંયથી આવીને વેશ્યાની આવી સેવા કરી રહ્યા છે. શું આ બધું વેશ્યાને પુણ્યથી મળ્યું છે ? પુણ્ય એ તપ-ત્યાગનું ફળ નથી? તે શું તપ ત્યાગ મેં પણ નથી ક્યાં ? અને તે જ ક્ષણે તે સુકુમારિકા સાધ્વીજીએ નક્કી કર્યું–જો–