________________
ર૮૩
તુરત જ જિનદત્તને ત્યાં દોડ્યા. જિનદત્ત પિતાના પુત્ર સાગરને ખૂબ સમજાવ્યું અને કહ્યું કે “તું પાછો જા અને સુકુ મારિકાને ત્યાગ ન કર. સાગર તે એક જ કહેતો હત“પિતાજી! તમે કહો તો હું આપઘાત કરીને મરી જઈશ. પણ એ સ્ત્રી સાથે તો હું એક ક્ષણ પણ નહીં રહી શકું. તેનું શકીર જ ઊકળતા પાણીની જેમ દઝાવ્યા કરે છે. તેની સાથે હું કેવી રીતે જીંદગી કાઢીશ. આખી જીંદગી મારાથી આવી સ્ત્રી સાથે ન રહેવાય.” સાગરદત્તે; જિનદત્ત અને સાગરની એ વાત છુપાઈને સાંભળી લીધી. સાગરદનો વિચાર્યું, મારી પુત્રીને સ્પર્શ આ ભયંકર હોય તે કઈ તેની સાથે કેવી રીતે રહી શકે? એટલે ભારે મને પિતાના નસીબને ગાળ દેતે સાગરદત્ત પાછો સુકુમારિકા પાસે આવ્યા. સુકુમારિકાને જેમ તેમ સમજાવીને પિતા સાગરદને કહ્યું – “ બેટા. હવે એ સાગરને ભૂલી જા અને શાસ્ત્રનો અભ્યાસ કરી જીવનને સાર્થક કર. ધર્મધ્યાનમાં મન લગાવ, સંસારને ભૂલી જા.”
સુકુમારિકા બેલી નહીં, પણ તેને આ પરિસ્થિતિએ ખૂબ દુઃખી કરી નાંખી. પિતાના મઢે તે કશું કહેતી નહીં પણ પિતા સમજી ગયા હતા કે આ સુકુમારિકા કેઈ પુરુષ વિના રહી શકે તેમ નથી. પણ આવી આ સુકુમારિકાને કેણ પરણે? સુકુમારિકાના આ અગ્નિ જેવા સ્પર્શની વાત જાણ્યા બાદ તે કઈ જ તેની સાથે લગ્ન કરે નહીં. તેને પિતા પણ પુત્રી પર ખૂબ મુગ્ધ હતો. તે કોઈ પણ ભેગે પુત્રીને આનંદમાં જોવા માંગતો હતો. રેજને રોજ બાપના મનને ચિંતા થાય છે.