________________
શ્રેણી-૧૩
જ થાકાર
(પૃ. ૨૭૧ થી ચાલુ)
? સુકુમારિકાની સમસ્યા એક વખતની દુષ્ટ નાગશ્રી.વર્તમાન જન્મની સુકુ મારિકા યૌવનને ઉંબરે આવી ગઈ હતી. ચંપા–નગરીમાં બીજા શ્રેષ્ઠિવર્ય હતા જિનદત્ત. તેમની ધર્મપત્ની હતી ભદ્રા. તેઓને સાગર નામે એક સુંદર પુત્ર હતે....જિનદત્ત એકવાર સુકુમારિકાને પોતાના ઘરના ઝરૂખામાં બેઠેલી જોઈ. સુકુમારિકાના રૂપ–લાવણ્ય અને ચપળતા જોતાં જિનદત્તને લાગ્યું કે આ પુત્રી મારા પુત્ર માટે સર્વથા ચગ્ય છે. એટલે જિનદત્ત પોતાના ભાઈ ભાંડુઓને એકઠા કર્યા. અને સુકુમારિકાના પિતા પાસે માંગણું કરી. સુકુમારિકાના પિતા સાગરદત્તને પોતાની પુત્રી પર કેઈ અંધ પ્રેમ હતો. તે એક ક્ષણ પણ આ પુત્રી વિના રહી ન શકતો. એટલે સાગરદને તો પહેલેથી જ નકકી કરી નાંખ્યું હતું કે જે કોઈ સુકુમારિકાને પરણીને ઘર જમાઈ બને (પોતાને ઘેર રહે) તેને જ આ સુકુમારિકા આપવાની છે. સાગરદત્તની આ વાત સાંભળી જિનદત્તને ખૂબ જ આશ્ચર્ય થયું. છતાંય તેણે સાગરદત્તને કહ્યું–“તમારી વાત ઠીક હશે, પણ મારે તો આ વાત માટે મારા દિકરા સાગરને પૂછવું પડે. જે એ મને છેડીને તમારે ત્યાં રહેવા તૈયાર ન હોય તો શું થાય ?”
જિનદત્ત ઘેર પહોંચે છે. પોતાના પુત્ર સાગરને સુકુમારિકાની વાતથી માહિતગાર કરે છે. પિતા જિનદત્ત પુત્ર