________________
૨૭૮
મારાથી હવે આ બનાવટી જગમાં રહેવાતું નથી. શંકરલાલની સમસ્ત આપવીતી સાંભળી દવાવાળા દયાલાલે ઝેરની બાટલી આપી. શંકરલાલ ઉપડયા ઘેર. કેઈને ય કીધા વિના ત્રીજે માળે ગયા. ભગવાનનું નામ લીધું ૧૦ મિનિટમાં જ ફેંસલે થાય એવું ઝેર હતું.
શંકરલાલે ૧૦૦ટકા શુદ્ધ ઝેર જ માંગ્યું હતું. પણ ૧૦ મિનિટ...થઈ અડધા કલાક થયે. આખરે સાંજ પડી શંકરલાલને ગજબ આશ્ચર્ય થયું. બાટલી ભરીને ઝેર પીધું છતાં મરી ન શકયા. દવાવાળા દયાલાલને કહે છે. અલ્યા એ ય! આ બનાવટી દુનિયાથી કંટાળે હતો. તારૂં ઝેર પીધું તે હજીય મર્યો નથી.
મલકતો મલકતો દયાલાલ કહે છે, “સાહેબ! તમે ન મર્યા એમાં હું શું કરું. બાટલી પર તે ૧૦૦ટકા શુદ્ધ ઝેર લખ્યું હતું. પછી શું કરું ?”
શંકરલાલ તાડુક્યા, “એટલે એમ જ કહેને આ ઝેરે ય બનાવટી જ હતું. દયાલાલે ટંડે કલેજે કહ્યું “સાહેબ! આ બનાવટી દુનિયામાં શુદ્ધ ઝેર કયાંથી મળે. તમે જ કહેને ?”
શંકરલાલથી બોલાઈ ગયું, ગજબની બનાવટી છે દુનિયા સુખેથી જીવવા દે તેમ નથી અને શાંતિથી મરવા દે તેમ પણ નથી... અને શંકરલાલે હવે આજ બનાવટી દુનિયામાં બનાવટી થઈને પણ જીવવાનું નક્કી કરી નાંખ્યું.