________________
૨૭૧ – “સ્ત્રી નિર્દોષ સાધુને પણ જાણી જોઈને આવું ઝેરી શકે આપે તે સ્ત્રી કાલે મને શું નહીં કરે? આવી પાપી અને હવે સારાય ગામજનેની નજરોથી ઊતરી ગયેલ નાગશ્રીને ઘરમાં રાખીને શું કરવાનું ?”.....
સેમદેવે નાગશ્રીને બહાર કાઢી મૂકી. લોકેએ પણ મહા મુનિની ઘાતક બનેલ સ્ત્રી પર ફીટકાર–તિરસ્કાર વરસા. નાગશ્રી પણ ગમે તે સ્થળે ભટકીને જીવન પૂર્ણ કરવા લાગી. કેઈવાર પણ તેણે પાપને ખેદ ન કર્યો. દરેક વખતે તે લોકોને એમ જ કહેતી કે “મારા ધણીને ધંધો નથી મેં મુનિને બલાકારે શાક ખવડાવ્યું નથી. મેં મુનિને જેર– જબરજસ્તીથી શાક આપ્યું નથી. તે મને શેને દોષ?”.... આમ નાગશ્રીએ પોતાની જીંદગીમાં પિતાની ભૂલ કદી જોઈ નહીં. ચારેય બાજુથી અપમાનિત બિચારી નાગશ્રીને અનેક પ્રકારના રોગે તે જ ભવમાં થયા...
અને ત્યાંથી મરીને તે છઠ્ઠી નરકમાં ગઈ. ત્યાંથી પણ મરીને મત્સ્ય બની. ત્યાંથી પાછી સાતમી નરકમાં.... એમ અનેકવાર નરકના દુઃખે ભેગવી આ જ નાગશી ચંપાનગર રીમાં સુકુમારિકા નામની સાગરદત્તની પુત્રી રૂપે જન્મી.
આ સુકુમારિકાની વાત આવતાં ત્યાં સ્વયંવર મંડપમાં બેઠેલાં સહુને આશ્ચર્ય થયું કે વાર્તા તો આગળ વધતી જાય છે પણ દ્રૌપદીના પાંચની સામે લગ્ન થશે કે નહિ? તેને તો કોઈ જવાબ મળતો જ નથી. પણ એમ અધીરા થવાથી ન ચાલે....
ઉતાવળે આંબા ન પાકે.... એ સુકુમારિકામાં જ દ્રૌપદીના પાંચ પતિનું રહસ્ય છે....
(હવે આગળ જુઓ પૃષ્ઠ ૨૮૧)