________________
દ્રૌપદીને થયું, “આ પાંચેયે પાંડવો પિતાના પતિ થાય તો કેવું સારું ?” પણ બીજી જ ક્ષણે દ્રૌપદીએ આશ્ચર્ય અનુભવ્યું ? “આવો વિચાર પિતાના મનમાં કેમ આવ્યું?” દ્રૌપદી મનને સ્વસ્થ કરવા પ્રયત્ન કરે છે. પણ તેનું મન પાંચેયમાં લાગેલું છે.
- આ પાંચેય પાંડવોમાંથી અજુન સડસડાટ આગળ વધે છે. મોટાભાઈ યુધિષ્ઠિરને આદેશ માંગે છે. મોટાભાઈને આદેશ મળતાની સાથે અર્જુને આ ધનુષ્યને ત્રણ પ્રદક્ષિણા દીધી. આવી શુભ વિધિ કેઈપણ રાજકુમારે કરી ન હતી. - વિધિ એ સાધનાનું મેટું અંગ છે” જાણે આ વિધિને પણ કઈ મંગળ પ્રભાવ હશે. એક મગફળીનું ફેતરું ઉપાડે
એવી રીતે અર્જુને ધનુષ્ય ઉપાડી લીધું. ક્ષણવારમાં તેણે - ધનુષ્ય પર પણછ ચઢાવી દીધી. ત્યાં જ ભીમે જાહેર કર્યું.
હજી પણ કોઈની આવી શક્તિ હોય તે આવે. અને - આવું અર્જુનનું પરાક્રમ જોઈને કોઈને કંઈક વધે અર્જુન સામે હોય તો કહેજે ! મારે અર્જુન તે રાધાવેધ જાણે છે. પણ વાંધા વચકાવાળા હોય તો આગળ આવે હું માથવેધ - જાણું છું.” માથામાં દર્દ થતું હોય તો કહેજે. આ મારી ગદાથી હું માથાની દવા કરી આપીશ. આટલું કહીને ભીમે જરા ખૂધૂ હાસ્ય કરી બધાને વિસ્મયમાં મૂકી દીધા. અને ધીમે રહીને અર્જુનને સલાહ આપી. “ભાઇલા અર્જુન! જરા ચાપ (ધનુષ્ય) પર બહું ભાર ન આવે તેનું ધ્યાન રાખજે. કારણ આ ધનુષ્ય તો જૂનુ થઈ ગયેલું છે. અને તારુ બળ અપાર છે. નકામું ધનુષ્ય તૂટી જાય તે આપણું