________________
૨૫૮
પેલી સોળે શણગાર સજીને આવેલી સાક્ષાત્ સ્વગ સુંદરીએ સભા મંડપમાં પગ મૂકયેા. સહુની લાલસા વધવા માંડી. રાજવીઓએ પેાતાના ઇષ્ટ દેવાને કહ્યું, “હું દેવેશ ! માગ` માંથી જેવી રીતે નિવિને તમે લઈ આવ્યા છે તેવી રીતે જો આ દ્રૌપદી મળી જાય તે! વાહ ! તમારી માનતા પૂરી કરવામાં કશું બાકી ન રાખીએ.” પણ તેય સહુ સમજતા હતા દ્રૌપદી એક છે; મળશે કેટલાને ?
અનેકાનેક વિકલ્પે લેાકેાના મનમાં ચાલી રહ્યા છે. અને દ્રૌપદીને જોયા પછી તેા સહુની ઉત્કંઠા આકાશે ચઢી ગઈ છે. ત્યાંજ વ્યવસ્થાપકાએ જયનાદ કરી સભાના કાલાહલ શાંત કરાયેા. સહુની નજર દ્રૌપદી પર અને પેલા માણ પર કેન્દ્રિત થયેલી છે. દ્રુપદના પુત્ર રાજકુમાર ધૃષ્ટદ્યુમ્ન ઉભે થાય છે. પેલા બાણની સામે નજર કરીને અને હાથથી તે ખાણ દેખાડીને ઉદ્ઘાષણા કરે છે.
“એ માનવતા મહેમાને ! આપ સહુનું હું સ્વાગત કરું છું. અને આકાશમાં રહેલ સૂર્યાં, અહીં અદૃશ્ય રૂપે રહેલા સિદ્ધો અને ગધા, તેમજ પેાતાના વીય ખળથી વિચરી રહેલા ખેચરા તથા આ રાજાએ અને આ સભાસદો.... આ બધાની સમક્ષ મારી આ પ્રતિજ્ઞા છે, જે કોઈ અમારા આ ધનુષ્યને નમાવશે, રાધાવેધ કરશે તેને હું મારી પરમ સૌભાગ્યવતી બેન દ્રૌપદી પરણાવીશ ” આ અમારું ધનુષ્ય વંશ પરંપરાથી અમારે ત્યાં પૂજાય છે. સેંકડા દેવા આ ધનુષ્યના અધિયા છે એવુ અમે જાણ્યું છે. આવા, જે કોઈ ભાગ્યશાળી પુણ્યશાળી હાય તે આગળ આવે....
""