________________
રપ૭ પણ જે ભવ્યતાથી મંડપ બન્યો હતો તેની તે રાજકુમારે માટે કલ્પના પણ કરવી અશકય હતી!
કેટલાક રાજવીઓને ખૂબ જ દૂરથી આવ્યાને થાક આજે ઉતરી ગયો હતો. શિલ્પશાસ્ત્ર પ્રમાણેના એવા મનહર દશ્ય અને સુંદર બાંધણી આ મંડપમાં હતી કે કેટલાય ઉત્કંઠિત રાજવીઓએ આ શિલ્પીઓના નામે પૂછી પૂછીને નોંધવા માંડયા. કેટલાય રાજવીઓ ચર્ચા કરતા હતા. “સ્વર્ગના વિમાનની વાતો આપણે સાંભળતા હતા પણ અહીં સ્વર્ગથી શુ ઓછું છે?”
ર૩ રાધાવેધની પૂર્વ તૈયારી આવા કલ્પનાતીત સ્વયંવર મંડપમાં હવે બધા જ સિંહાસને ભરાઈ ગયા હતા. સભા મંડપની વચમાં એક વિશાળ– કાય ધનુષ્ય છે. એક તીક્ષણ બાણ છે. અને બાજુમાં જ રાધાવેધને સ્તંભ છે. સહુએ પહેલાં તો આ દ્રુપદનું દેવાધિષ્ઠિત વિશાળ ધનુષ્ય ઉપાડવાનું છે. ધનુષ્ય ઉપડે તે પછી તેને નમાવી દેરી બાંધવાની છે. દોરી બંધાઈ જાય તે પછી રાધાવેધ માટે જઈ શકાય.
આ મંડપ જોઈને રાજકુમારોને અપાર આનંદ થયો. હતો. પણ આ વિશાળ ધનુષ્ય અને રાધાવેધને સ્તંભ જોયે ત્યારે ઘણાને થયું કે ઉમેદવારી પાછી ખેંચી લઈએ તો સારુ ! પણ હવે ઉમેદવારી પાછી ખેંચવાને સમય રહ્યો ન હતો. હવે તે રાજકુમાર એ આ મંડપમાં પોતાની ઈજજત રહી જાય માટે જ ઈષ્ટદેવને પ્રાર્થના શરૂ કરી હતી. ત્યાં જ