________________
૧૨૯
નચાવવા લાગી. ત્યાં જ અતિમુક્તક મુનિ આવું અનિચ્છનીય વાતાવરણથી ડઘાઈ ગયા. તેમના હૈયામાં આઘાત લાગ્યો. કુળ પરંપરાને નાશ....સાધુની સાથે આવે અવિનય....આવી ઉદ્ધતાઈ ! તેથી તેમનામાં કોઈ વ્યાપી ગયો. મન પર જાણે અંધારપટ છવાઈ ગયે. જ્ઞાન હતું છતાંય વિવેક દીપક બુઝાઈ ગયે. મુનિએ જ્ઞાનથી જોયું. | મુનિ ત્રાડ પાડી ઉઠયા–“ઓ અધમ જીવયશા ! આ તું શું કરે છે? આજે શેની ઘેલી બની છે? જે દેવકીના લગ્ન પ્રસંગે તું નાચી રહી છે તે જ દેવકીનો સાતમે પુત્ર આ તારા પતિ કંસનો ઘાત કરશે.” - મુનિના આ વચન સાંભળતા જીવયશાને મદ ઉતરી ગયે. તેની ઘડી પહેલાની રંગીલી દુનિયા વિલય પામી. પોતાના ભાવિ વૈધવ્યની આકરી ઘડીની વાસ્તવિકતા દેખાવા લાગી. મુનિના નિષ્ફળ ન થનાર વચનના પરિપાકની શંકાએ જીવયશા ધ્રુજી ઉઠી. | મુનિ મહારાજા તે આ ભાવિભાવની વાત કરી પોતાના સ્થાને પધાર્યા. જીવયશાના શેકને પાર ન રહ્યો. તેણે પોતાના પતિને વાત કરી. કંસને પણ એ વાત સાંભળતા પરસેવે થવા માંડયો. યુદ્ધ મેદાનના દ્ધાઓ પણ મૃત્યુ સામે આવે છે ત્યારે ગાય જેવા બની જાય છે. મુનિનાં વચન નિશ્ચિત હોવા છતાં ય કંસમાં વૈરાગ્ય પેદા નથી થયું. ભાવિ ભાવની સામે પણ પિતાની છાતી કાઢી લડવાને પ્રયાસ કરે છે. એ સમજે છે મારા કુટ પ્રયત્નથી હું મુનિને વચનને પણ નિષ્ફળ કરીશ.