________________
૧૬o
બનાવેલા મંડપમાં પ્રવેશ કર્યો. જેવો તેઓએ મંડપમાં પ્રવેશ કર્યો કે લોકે પોકારી ઉઠયા. स एष केशिकीनाशः स एष. वृषमर्दनः । नन्दस्य नंदनः सोऽयं सोऽय सर्पस्य दर्पहा ।। गोपाल-तिलकः सोऽय सोऽयं सिन्धुरघातकः
અહો અદ્ભુત છે...ગોવાળિયાના વંશને પણ આણે શેભિત કર્યો છે ! આ નંદના દિકરાએ તો કમાલ કરી નાંખી છે! આ નંદના દીકરાએ જ પેલા કેશી ઘેડાને યમધામમાં પહોંચાડયો છે...
આ નંદના પુત્રે જ પેલા બળદને સંહાર કર્યો છે..
અરે ! આ નંદના છોકરાએ જ પિલા કાલિયનાગને રહેંસી નાંખે છે
અરે! પેલા મદોન્મત્ત હાથીને પણ આ પાળે જ ખલાસ કરી નાંખે છે..!
આમ ચારેબાજુથી શ્રીકૃષ્ણ અને બળદેવજીની પ્રશંસાના પુપે વેરાવા માંડયા.તે બંનેય સમગ્ર લોકોની આંખનું આકર્ષણ બની ગયા.
શ્રીકૃષ્ણજી સ્વયંવર મંડપમાં પ્રવેશ્યા બાદ મંચ ઉપર ચઢવા જાય છે ત્યાં જ બળભદ્રજીએ તેમને કયા અને સામેના મંચ પર બેઠેલા પેલા કંસની શ્રીકૃષ્ણજીને ઓળખાણ કરાવી અને પુનઃ વેરને તાજુ કરાવ્યું, અને દૂર બેઠેલા તેમના વડીલ કાકાઓ તથા પિતા વાસુદેવના પણ દર્શન કરાવ્યા દૂર બેઠેલા પિતાના સ્વજને પણ શ્રીકૃષ્ણજીને