________________
૨૦૦
નહીં ચાલે !” હજી કંઈ ઓછું હતું તે અર્જુન ભીમની પાસે આવી પ્રેમથી વસે પંપાળવા માંડે. થાકેલા, હારેલા અને ગુસ્સે ચડેલા દુર્યોધને દાંત પીસ્યા. તે બોલી ઊઠયા, બધા અંદર એકના એક જ છે. આપણાથી જુદા ને જુદા જ છે. ત્યાં પેલા નકુલ અને સહદેવ આવ્યા અને પોતાના ખેસથી જાણે ચામર વીંઝતા હોય તેવી રીતે પવન નાંખવા માંડયા. દુર્યોધને નકકી કર્યું –બસ હવે આ પાંચેયને જુદા જ કરવા. તેના મનમાં વેરનું વાવેતર થઈ ચૂક્યું હતું. આ યુધિષ્ઠિરને તો હવે ખલાસ જ કરે જોઈએ નીતિશાસ્ત્ર પણ કહે છે કે અર્થે રાજ્ય લેનારને પણ ખલાસ કરી નાંખવા જોઈએ, તે યુધિષ્ઠિર તે આખું મારું રાજ્ય લઈ લેનાર છે. આવા ભાવિના રાજ્યના માલિકને મારે શત્રુ જ સમજે રહ્ય આવા શત્રુને નાશ નહીં કરું તે શાંતિથી જીવી જ નહીં શકું માટે ગમે તે રીતે મારે યુધિષ્ઠિરને ખલાસ જ કરવું જોઈએ પણ યુધિષ્ઠિરનું જોર તો પેલે ભીમ છે, જે ભીમ પાંડમાંથી બાદ થાય તો યુધિષ્ઠિર અને અર્જુનનું કચુંબર થતાં વાર ન લાગે નકુલ-સહદેવને તે ચપટી વગાડતામાં હરાવી દેવાય. તેણે હવે નક્કી કર્યું છે. જલદીમાં જલદી ભીમને નાશ કરે દુધન રંગમંડપમાંથી ગમે તો ખરો પણ આજે ઉદાસ હિતે. ખુદ પોતાના નાના ભાઈ એ તેને કશું પુછતા નહતા પણ દુર્યોધન બધું સમજતું હતું. તેના ભાઈઓને પ્રશ્ન હતે. “વાતવાતમાં ભીમને ઉડાવી દેવાની બડાઈ કશ્તા હતા તે અત્યારે તાકાત કયાં ગઈ? પિતાની દુર્બળતા તરફ ધ્યાન ન લેતાં દુર્યોધને પાપ જનાને આરંભ કર્યો. દુર્યોધને નાના ભાઈઓને કહ્યું, “જુઓ ! આજ તો બધાની શરમે