________________
- રર૭ દેખાય છે. શું કરશે આ અર્જુન? “હવે ફરી કહે તને શું દેખાય છે?” અને કહ્યું, “ગુરુવર ! હવે તે પીછું પણ દેખાતું નથી. માત્ર તેની અંદર રહેલ પેલો ચંદ્રક દેખાય છે.” બધા હસી તે પડ્યા. પણ ગુરુએ કહ્યું, “બેટા! તે જ સાચું નિરીક્ષણ કર્યું છે. જેને લક્ષ્યને છેડીને બીજે દેખાય તે કદી બાણાવળી બને નહીં. છેડ વત્સ ! બાણ છોડ.” અને થોડી જ વારમાં ઝાડ પર રહેલા મેરના પીંછાને વીંધી નાંખ્યું આજે બધા ય કુરુવંશીઓ અજુન પાસે વામણા દેખાતા હતા. દ્રોણાચાર્યે પણ એજ ક્ષણે નક્કી કરી દીધું હતું કે આ એક જ એ શિષ્ય છે કે જેને રાધાવેધ
જેવી કઠીણ ધનુર્વિદ્યા શીખવી શકાય પણ દ્રોણાચાર્યે એ વાત પિતાના મનમાં રાખી. અર્જુન તરફ તેમનું આકર્ષણ તો હતું અને હવે વધતું જ જતું હતું. તેમાંય આજે તો એ પ્રેમમાં અનેકગણી વૃદ્ધિ થઈ હતી.
કેઈ એકવાર દ્રોણાચાર્ય પિતાના ૧૦૬ શિષ્ય લઈને ગંગાના કિનારે આવ્યા હતા. અગાધ જળમાં ખૂબજ દૂર સુધી ગુરુ પહોંચી ગયા. પાણી ધાર્યા કરતાં કંઈક ઘણું ઊંડું નીકળ્યું. અને તેમાંય એક ભયંકર જળચરે દ્રોણાચાર્યને પકડ્યા. પોતાનું ભયંકર મેટું ખોલીને દ્રોણાચાર્યને જોરથી પકડી લીધા છે. દ્રોણાચાર્ય અચાનક થયેલા આ હુમલાથી બાવરા બની પિતાના બચાવ માટે બૂમ મારે છે. પણ આજે બધામાંથી કેઈની હિંમત ગુરુને બચાવવા જવાની થતી નથી. બધાય જાણે છે કે આ જળચર હવે ગુરુને છોડશે નહીં. ગુરુની ચીસે ઘેરી બને છે અર્જુન દુરથી દેડી આવે છે બધાને નિઃસહાય બનેલા જોઈ આશ્ચર્ય પામે છે.