________________
૨૫૩
- કર્ણ આ પ્રસંગે કશું બોલ્યા નથી. દુર્યોધને પણ તે વખતે મૌન ધારણ કર્યું છે. પણ તેમના મગજમાં આ અન્યાય થયે છે એવી છાપ ઘર કરી ગઈ છે. બંનેય જણાને જાણે કડવો ઘૂંટડો પી ગયા તેવું લાગતું હતું. છતાંય બધું ધીમે ધીમે થાળે પડવા માંડયું રાજકુમારે પિતપોતાના અમનચમનમાં થોડા દિવસ મસ્ત બન્યા.
પિતાના રાજ્યને અનેક રીતે વધારતા અને પ્રજાને એક સુખ આપતા મહારાજા શ્રી પાંડુ હસ્તિનાપુરનું રાજ્ય ચલાવી રહ્યા છે. રાજ્યધુરા વહન કરવા છતાંય મહારાજા પાંડુને જરાય ગર્વ નથી. રાજકારણની અને રાજ્યવહીવટની તમામ બાબતમાં ભીષ્મ પિતામહની સલાહ લેવાય છે ધૃતરાષ્ટ્ર તથા વિદુરની તેમાં સંમતિ મેળવવામાં આવે છે. મહારાજા પાંડુ જાણે છે કે રાજકુટુંબને કલહ જ પ્રજાને કલહ બને છે, દેશને કલહ બને છે. જ્યાં રાજકુટુંબ શાંત હોય છે ત્યાં દેશ પણ શાંત જ હોય છે.
મહારાજા શ્રી પાડુની આ ઉદાર નીતિથી હસ્તિનાપુરની કીતિ હવે પુરા ભારતમાં ફેલાઈ ગઈ છે. પડદા પાછળ ખટપટ જગાડનાર દુર્યોધન-કર્ણ અને પેલા શકુનિ જેવાની કંઈક વાત કેઈક ખૂણામાં થયા કરે છે. પણ જ્યાં સુધી વડીલેમાં એક્તા છે ત્યાં સુધી તેઓની પીપુડી વધુ વાગે તેમ નથી. મહારાજા શ્રી પાંડુ તો દુર્યોધન અને બીજા કૌરવબાળોને ખૂબ જ લાડથી ઉછેરે છે. સહુની તરફ સમાદષ્ટિ રાખવા અંત:કરણથી પ્રયાસ કરે છે.