________________
રપ૧ હતું. અને તેથી જ અમે બધાયે અજ્ઞાતે કુલદીપકનું નામ : કણું રાખ્યું હતું. ભલે આ વીર બાળકનું કુળ અમે ન જાણીએ. પણ આ કઈ ક્ષત્રિય પુત્ર છે તેમાં શંકા નથી.” !. .
" આ તરફ સહ વિસ્મય પામ્યા. પણ પેલી માતા કુંતીને લગ્ન પહેલાને પાંડુ સાથે સમાગમ યાદ આવ્યા. ત્યારબાદ થયેલ પુત્ર અને કુંડલ સહિત પુત્રને પોતે કરેલો ત્યાગ બધું જ નજર સમક્ષ દેખાવા લાગ્યું. દૂરથી જોતા કુંતી પેલા કુંડલને ઓળખી ગઈ. કુંતીને ક્ષણવાર તે થયું કે આ મારાજ બે દિકરાને યુદ્ધ કરતા રોકવા ચીસ પાડું. ક્ષણવાર થયું મારું જ બીજ છે. ભલે સારથિ પત્ની . રાધાનું તેણે દૂધ પીધું. પણ મારા અર્જુનની સાથે બાથડે તેવી શક્તિ તેના સિવાય કેનામાં હોય?
ઉછેર કરતાં પણ બીજને પ્રભાવ મોટો છે. ઉછેર ભાત બદલી શકે પણ જાત તે બીજને જ આધીન રહે છે, પણ કઈ અજ્ઞાત ભયથી કુંતી કશું જ બોલી ન શકી. જે વાતને વખતે ખુલાસે નથી થઈ શકતે તે વાત એક સમસ્યા બને છે. કુંતીને લાગે છે કે મેં પાંડુરાજાને કદી આ વાત કરી નથી; તે અહીંયા રાજસભામાં પાંડુરાજાને આ વાત કેવી રીતે કહું? કુંતી અવસરે આ વાત કહેવી તેવું નકકી કરે છે. પણ અત્યારે તો અહીં સંગ્રામ છેડાઈ પડવાની તૈયારી છે.
અતિરથિની વાત સાંભળીને ઓર જેરમાં આવી ગયેલ દુર્યોધને કહ્યું- “અર્જુન ! પરાક્રમથી કુળને પરખ અને હવે