________________
શ્રેણી–૧૨
(પૃ. ૨૪૪ થી ચાલુ) શક અતિરથિએ કરેલ રહસ્ય સ્ફોટ આતુરતાથી અધીરી બનેલી અત્યારની આ સભામાં જ અતિથિએ હવે નવો પ્રકાશ પાથર્યો. સહુ કર્ણને અતિરથિન જ પુત્ર સમજતા હતા. અતિથિએ કહ્યું “સભાજને ! જરાક તો વિચાર કરે. ક્ષત્રિય પુત્રોને પણ ભય પમાડે એ આ કુળરત્ન શું મારે પુત્ર હોઈ શકે? શું આ તેજનિધિ મારા જેવાના કુળમાં અવતરે? મને એને બાપ ન કહે તેમાં મને જરાય વાંધો નથી. પણ આ કુરિનને તમે ક્ષત્રિય પુત્ર નથી એમ કહી અપમાનિત ન કરે.”
આ પુત્ર પ્રાપ્તિની વાત સાંભળે. મહારાજા દુર્યોધને કરેલી શંકાને હું ટેકે આપું છું. મારી પત્ની રાધાને પુત્રની તીવ્ર ઝંખના રહેતી હતી પુત્ર કંઈ માંગે થોડો મળે છે? તેણે તથા મેં પુત્ર પ્રાપ્તિ માટે અથાગ પ્રયત્ન કર્યા. ભાગ્યાધીન ચીજ પાછળ ફાંફા મારી આખરે અમે હેઠા પડયાં.
એક વહેલી સવારે ગંગાના તટે હું સ્નાન કરવા ગયો. હતા. શાંત સવાર હતી. વહેલો પહોર હતે. ગંગાના કાંઠે પડતો એ છે પ્રકાશ ખૂબ મનહર લાગતું હતું. મારી નજરે એ શાંત પ્રવાહ પર ચૂંટી જતી હતી. પ્રવાહની