________________
૨૫૪ દર કાંપત્યપુરથી રાજદૂતનું આગમન આજની સુંદર સવાર હતી..... મહારાજા પાંડુને દર બાર કંઈક અનેરી આભા ધારણ કરી રહ્યા હતા. રાજ્ય દરબારમાં ભીષ્મ ધૃતરાષ્ટ્ર અને વિદુરની હાજરી એક પુણ્ય. મય આપ્ત મંડળની પ્રભા ફેલાવે છે. બહાર ઊભેલે પ્રતિહાર આવ્યું. “મહારાજા શ્રી પાડું કાંપિલ્યપુરથી રાજદૂત આવ્યું છે. અંદર પ્રવેશ કરી શકશે ?” મહારાજા પાંડુ તુરત જ પોતાની નજર ભીષ્મપિતામહ સામે દેડાવે છે. ભીષ્મપિતામહ-ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્રણેય જણાની સંમતિ મળતાં જ પાંડુરાજ પ્રતિહારને દૂતને આવવા આજ્ઞા આપે છે.
કાંપિલ્યપુર જેટલે દૂરથી દૂત શા માટે આવ્યો હશે? રાજા દ્રપદ હસ્તીનાપુર સાથે મૈત્રી રાખે છે માટે યુદ્ધને તે સવાલ નથી ! હમણાં કેઈ એ અવસર પણ નથી કે દૂતને આવવું પડે ? પણ હવે વધારે વિતક કરવાની જરૂર નથી.. રાજદૂત મહારાજા પાંડુના સિંહાસન પાસે આવી ગયે છે ન યુદ્ધના સમાચાર છે કે ન બીજા રાજાઓએ તેમના પર આક્રમણ કર્યું છે. કાંપિલ્યપુરના મહારાજા દ્રુપદને તે પિતાની લાડકી પુત્રી દ્રૌપદીને સ્વયંવર ગોઠવે છે. પિતાની પુત્રી દ્રૌપદી પર, તેની કળા અને લાવણ્ય પર, તેની ચતુરાઈ અને ચપળતા પર પદ રાજા આક્રીન હતું, તેશ્રી રાજા દ્રપદે નક્કી કર્યું હતું કે આવી દિકરી તે કઈ સમર્થ રાજાને ત્યાં જ જવી જોઈએ. અને તેથી જ ઉપદે નિર્ણય કર્યો કે જે રાજસભામાં આવીને રાધા વેધ કરે તેની સાથે જ આ કન્યાના લગ્ન કરવા,