________________
રપર
આ અંગદેશના રાજાધિરાજ કર્ણ જેડે યુદ્ધ કર.” બંનેના ટંકારેથી લોકો ગભરાઈ ઊઠયા છે. પ્રેક્ષકોને થયું છે કે આ પરીક્ષા મંડપમાંથી પલાયન થઈ જઈએ. નહીં તે પાડાના વાંકે પખાલીને ડામ જેવું થશે. આ બધા લડશે પણ આપણે નિર્દોષ પ્રેક્ષકો મરી જઈશું.
કે આખરે આફત દૂર થઈ લોકોના આ ખળભળાટથી અને કંઈક અંદરની મુંઝવણથી આજે પાંડુરાજ પણ હાલી ઊઠયા હતા!! આજે શું થશે એ કહેવું મુશ્કેલ હતું. અર્જુન પણ નજર સામે કરીને જેવા તૈયાર ન હતો. કર્ણને રોકી શકાય તેમ ન હતું. લોકો આ યુદ્ધ–સંગ્રામને ચાહતા ન હતા. આખરે પાંડુએ દ્રોણાચાર્ય સામે નજર દેડાવી. દ્રોણાચાર્યને પૂછયું.
આચાર્ય પ્રવર ! અહી આપે આ રાજકુમારોને શા માટે બોલાવ્યા છે? અહીં અમે બધા શું લડવા આવ્યા છીએ? આચાર્ય દ્રોણ! આપ આ ઝઘડે બંધ કરે. આ આપની જ જવાબદારી છે. અને દ્રોણાચાર્યે પોતાને વજ જે હાથ ઉંચે કરી એક હાકેટો કર્યો. પાંડ અને કૌરને ત્યાંને ત્યાં જ સ્થગિત થઈ જવા હુકમ કર્યો. ગુરુની ભ્રકુટીથી અર્જુન શરમાઈ ગયે. કર્ણ ડઘાઈ ગયે. બંનેય સિંહના બચ્ચા જેવા યુવાને પોતાના પક્ષકારો, પિતાની સાથે લઈ ગયા. અને દ્રોણાચાર્યે આફતને નિવારી.