________________
ર૮૦
આ અજુનીયાને એકવાર રણ મેદાનમાં રગદોળી નાખું. આજને આ મગતરા જેટલે અજુની પણ મારી જોડે રૂઆબ કેટલો કરે છે? અર્જુને પણ આ વાત કાને કાન સાંભળી. દુર્યોધનની ધીઠાઈ અને કર્ણને કેપમય પડકારને સાંભળી, અર્જુન હાલી ઊઠ, તેણે પોતાના સ્થાનેથી જ પડકાર કરતાં કહ્યું- એ કર્ણ મહાશયા જરા શરમાવે તે ખરા, કોની સામે પડકાર કરે છે. હું તે તમારી બધી સ્ત્રીઓની આંખેને મારા બાણરૂપ દરિયામાં ડૂબતી જોઉ છું. મહેરબાની કરીને બડાઈ હાંકવી બંધ કરો. આજે તમે જરા થડા દાવપેચ સારા કર્યા છે તેનાથી કયા અભિમાન પર જઈ બેઠા છો?” કણ–પિકાર કરે છે એ અજુ ન! આવો ડર આ કર્ણને કદી બતાવીશ નહીં. તાકાત હોય તે આવ; શસ્ત્ર હાથમાં પકડ અને સામે થા. બતાવી દઉં તને !” આટલી ઉગ્રતામાં પણ અર્જુન વિનય ચૂકતા નથી. દ્રોણાચાર્યની સામે જુએ છે. દ્રોણાચાર્ય હતા તો પરીક્ષક ! પણ આજે કર્ણ અને દુર્યોધનની ઉદ્ધતાઈપર જાણે નારાજ હતા. તેમણે આંખના ઈશારાથી જ અર્જુનને લડવાની સંમતિ આપી દીધી, કર્ણ તે તૈયાર જ હતે.
બને વિદ્યાથીઓ હવે મહાન દ્ધારૂપે આમને-સામને આવી ગયા, કૂતુહલી લેકે માટે આ દુર્લભ દર્શન હતું, બંનેની યુદ્ધ માટે તૈયાર થવાની છટા પણ કઈ અદ્ભુત હતી, સામ સામે ગજરાજ આથડી પડવાના હેય–તેવું દશ્ય દેખાવા માંડયું. બંનેય જણાના પરસ્પરના પડકારોથી સભાસદોના કાનમાં જાણે નગારાં વાગવા માંડયા.