________________
માથાકૂટ આદરી છે? કર્ણને તે આ વચન હડાહડ લાગી ગયું છે. વેરના બીજ વવાઈ ગયા. હજી કર્ણ સ્વસ્થ થઈને આવે તે પહેલાં તો દુર્યોધન વચમાં આવીને ગાજી ઊઠયેભીમ ! કુળની શી વાત કરે છે ? આ દુનિયામાં પરાક્રમ પુરૂષાર્થ....શૌર્યની કઈ કિંમત જ નથી ? દરેક વાતમાં કુળની વાત કરનારાઓ એ તો મને કહો કે અગત્યઋષિનું કયું કુળ હતું?
જાવ, કુળની જ વાત કરતા હોય તો મારા અંતરાત્માને અવાજ છે. આ કર્ણનું આવું પરાક્રમ છે તેમાં ચોક્કસ કઈ ભેદ છે. આવું ઔજસ્વી પરાક્રમ સારથિકુળમાં ન હોય. એ વાત હું નિર્વિવાદ પણે માનું છું. હજી પણ તપાસ કરે તેના કુળની. પણ ધ્યાનમાં રાખજે કે “કુર્લા આચારેન આખ્યાતિ, આચારઃ કુલં આખ્યાતિ!” કુળથી આચાર નક્કી નહીં થઈ શકે પણ આચારથી જ કુળ નકકી થશે.
દુર્યોધનને આ પડકાર સાંભળી સારથિ અતિથિને એક અમાપ જેર આવ્યું. તેની છાતી ગજગજ ફૂલી ઉઠી. આજે તેનામાં પણ અપૂર્વ સાહસ પ્રગટયું. તેણે સહુને સભા વચ્ચે જ કહ્યું, “સભાજન મહારાજા દુર્યોધનની વાત તદ્દન સાચી છે. દુર્યોધનની વાતમાં મીનમેખ ફરક નથી. સહુ પ્રથમ તે સભાજને હવે જાણું લે કર્ણ મારે ત્યાં મેટા થયા છે. જન્મથી મારે ઘેર છે. કર્ણને પણ જે વાતની ખબર નથી તે વાત આજે આપને આખી સભામાં જણાવી -દઉં છું. ! કર્ણને હું પાલક પિતા છું કર્ણના જન્મદાતા કોણ છે? તે હું જાણતા નથી. પણ હું તમને કર્ણની મને પ્રિાપ્તિ કેવી રીતે થઈ છે? તે જણાવીશ.