________________
જ થાસાર
પરીક્ષા કે ઝઘડાબાજી? વિદરને સંતોષ હતો. છેડા ઘણા વર્ષો હસ્તિનાપુરના રાજમહેલમાં જે શાંતિ રહી હતી તે વિદુરને આભારી હતી વિદુરે જ રાજકુમારોને ભણાવવાનો ઉપાય કરી કુમારોનું ધ્યાન બીજી બાજુ ખેચ્યું હતું. વિદુરને પણ આ રાજકુમારોની વિદ્યા પ્રાપ્તિનું ફળ જવાની આતુરતા હતી. વડીલેની આજ્ઞા પ્રમાણે વિદુરે એક મહાન પ્રેક્ષામંડપ તૈયાર કરાવ્યો. હસ્તિના પુરના હજારો માનવી પોતાના ભાવિ સૂત્રધારની શસ્ત્રકળા જેવા આતુર હતા. નિશ્ચિત દિવસે કળા પરીક્ષાને આરંભ થયે. ઓછા સમયમાં પ્રત્યેકે પિતાનું કૌવત બતાવવાનું હતું. એટલે દ્રોણાચાર્યે એક પછી એક કીરને લાવવા માંડયા. દરેક રાજકુમારે આજે હસ્તિનાપુરના નગરજનોને ખાત્રી આપી કે અમે ભાવિના રાજ્યાધિકારીઓ સમર્થ રાજવીઓ છીએ–શક્તિશાળી દ્ધાઓ છીએ. પણ દ્રોણાચાર્યે પોતાના મુખ્ય વિદ્યાર્થીઓનું પરીક્ષણ બાકી રાખ્યું હતું
યુધિષ્ઠિર, ભીમ, દુર્યોધન, અર્જુન અને કર્ણના રોમાંચ શસ્ત્ર દાવો જોવાની સહુને પ્રબળ ઉત્કંઠા હતી. ગાંધારી, કુંતી તથા માદ્રી પણ પોતાના આ સંતાનોની યુદ્ધ ચાતુરી જેવા આજે સભામંડપમાં હાજર હતા. ' ' એ મુખ્ય શસ્ત્રવિશારદમાંથી યુધિષ્ઠિરનું નામ જાહેર થયું. યુધિષ્ઠિર જબરજસ્ત પ્રભાવી પુરૂષ છે. લોકોએ તેમની