________________
ક્રમાંક-૧૦
પ્રવચનસાર
; સિદ્ધાંતો ગમે તેવા મહાન હોય પણ કયા સિદ્ધાંતો
જીવનમાં કેટલા અંશે ઉતારી શકાય તે મહાપુરુષોના
જીવન ચરિત્રથી જ સમજાય છે. પર મહાભારત એ જીવનને મહાન બનાવવાની એક મહાન
અને વાસ્તવિક ચાવી છે. મા દુર્બળ માણસને જોઈને તેની સાથે લડવું નહીં અને
જાડો જોઈને તેનાથી ડરવું નહીં....જાડા માણસેમાં ઘણીવાર એવું બને છે કે દેખાવ સિંહને હેય પણ દિલ શિયાળનું હોય છે. તમારા વચનને એવું બનાવો કે જ્યાં હોળી હોય ત્યાં દિવાળી થાય પણ દિવાળી હોય ત્યાં હોળી પ્રગટે તેવું
વચન ભૂલેચૂકે પણ ન કાઢતા. VT સત્તાથી જેટલાં દૂર રહીએ તેટલું ડહાપણ વધારે નજીક
રહે છે.
સુશિષ્ય પોતાની દૃષ્ટિથી, પોતાની ઉંમરથી ગુરુને ના | માપે....ગુરુની સાથે ફરજ કે હક્કની વાતો ન કરે, - ગુરુને તો સમપ ણ જ હોય. પર કુશિષ્ય એટલે જાગતે કલેશ!