________________
ર૬ અમારા પ્રાણ આપવા પડશે તો હું વિચાર નહીં કરું. પુનઃ ગુરુશિષ્ય રેજના કાર્યક્રમમાં લાગી ગયા.
કે રાજકુમારની પરીક્ષા એકવાર દ્રોણાચાર્યને આ કુમારોની એક નાનીશી પરીક્ષા લેવાનું મન થયું. ઊંચા એક તાડના ઝાડ પર મેરનું પીછું ભરાવી દીધું. આ પીંછાને લક્ષ્ય બનાવીને સહુએ બાણ ચલાવવાનું હતું. બધા જ કુમારે કહ્યું તમારે બાણ તૈયાર રાખવાનું છે. અને હું જ્યારે જેને કહું તેને જ બાણ તાડ વૃક્ષ પર રહેલા મેરના પીંછાને મારવાનું છે. દ્રૌણાચાર્ય બાણ મારવા તૈયાર થયેલા દરેક કુપુત્રને પુછતા. “તમને શું દેખાય છે” અને બધાયના જવાબે જૂદા જૂદા આવતા હતા. કેઈ કહે છે. આ આખું ય જંગલ દેખાય છે. “ કોઈને લાગ્યું; આ સમસ્ત વનરાજી અને આ સમસ્ત તાડ વૃક્ષ દેખાય છે. આ બધાના જવાબ સાંભળીને દ્રોણાચાર્યને એક વખત તો થઈ આવ્યું. આ મેં તેને ભણાવ્યા છે? જેનામાં નિરીક્ષણ શક્તિ જ નથી. તે લક્ષ્ય કેવી રીતે વીધી શકશે? લક્ષ્યવેધી બાણાવળીની નજર લક્ષ્ય સિવાય ક્યાંય જવી ન જોઈએ આખરે બધાને પ્રશ્ન કરી અર્જુનને પૂછયું. “હે વત્સ! તને સામે શું દેખાય છે તે કહે.” અર્જુનની તીક્ષણ આંખો ક્ષણવારમાં મેરના પીંછા પર કેન્દ્રિત થઈ. અર્જુને કહ્યું. ગુરુવર ! માત્ર એક પીંછું મને દેખાય છે. બધા રાજકુમારે હસી પડયાઃ મનમાં બોલી ઊઠ્યા. “વાહ આ તો જબર. અમને બધાને કેટકેટલું દેખાતું હતું તેય ગુરુએ આણ છોડવાની ના પાડી. અને આને તે માત્ર પીંછું જ