________________
૨૦૨ આજે તો ભીમ ઉપર પહોંચી જ જશે એવું બધાને લાગતું હતું. પણ પેલા સાપ તેને ડંખ જ નહેાતા દઈ શકતા. પરિશ્રમ કરીને એની ચામડી એવી ઘટ્ટ બની ગઈ હતી કે સાપ કરડવા ગયા તે સાપના દાંત પડી ગયા. પણ ભીમને કશું થયું નહીં. શરીર પર કંઈક હરતું ફરતું લાગ્યું. ભીમ નિદ્રામાંથી જાગ્યા. પેલા સાપ તે ભાગી ગયા. પણ આશ્ચર્યથી ગભરાઈને કૌર પણ ભાગી ગયા.
કીરએ જયેષ્ઠબંધુ દુર્યોધનને કહ્યું, આ તે જાદુગર છે. આને તો સાપેય કરડતું નથી. હવે કઈ દિવસ આની જોડે તમે લડતા નહીં. દુર્યોધનના આશ્ચર્ય પાર નથી. અંદર મુંઝવણ પણ ભારી છે. આ બધા બનાવાની ચર્ચા હવે મોટેરા સુધી પહોંચી.
a વિદુરનો સુંદર માર્ગ વિદુર સમજી ગયા. રાજકુમારે માટે આ નવરાશને સમય છે. રાજપુત્રોને ગ્ય અધ્યયન હવે કરાવવું જોઈએ આ બધા અભ્યાસમાં પડશે એટલે તેમની લઢવાડો પણ શાંત પડશે. અને રાજ્ય કાર્યને ચગ્ય બનશે વિદુર હવે રાજપુત્રોને ભણાવવા માટે વિચાર કરી રહ્યા છે. તેમનું પરિસ્થિતિ પ્રત્યેનું આ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ ખૂબ જ તાત્ત્વિક હતું.
તેઓ સમજી ગયા હતા કે શક્તિઓ પેદા થઈ છે તેને જે ચોગ્ય માર્ગે વાળવામાં નહીં આવે તે દુર્ભાગે શક્તિ વેડફાઈ જશે તેમ છતાંય આ બાબતમાં વડીલની સહાય લેવી ગ્ય હતી.
(અનુસંધાન પાન ૨૦૯ પર)