________________
રરર મેં નકકી કર્યું હતું કે ધનુવિદ્યાના મારા ગુરુ તે દ્રોણાચાર્યજી જ છે. તેમની પાસેથી નિષ્ફળ થઈને આવ્યાં છતા ય હું જરાય નારાજ ન હતો....જરાય હતાશ ન હતો. મેં નક્કી કર્યું કે આ ગુરુના પુણ્યમય આશીર્વાદથી વિદ્યા મેળવીને જ રહીશ...તેથી જ મેં ગુરુદેવની આ મૂર્તિ બનાવીને અત્રે પધરાવી છે. રેજ સવાર-સાંજ ધ્યાન ધરું છું અને આપના આદેશથી જ અહીં બેસીને ધનુર્વિદ્યાને અભ્યાસ કરું છું. મારી કઈ શંકા એવી નથી કે જેને જવાબ મને આ પ્રતિમા પાસેથી ન મળ્યો હોય... અને એકલવ્ય ત્યાં જ પુનઃ ગુરુના પગમાં પડીને કહે છે, “આજે તો મારા ભાગ્ય ખુલી ગયા છે કે સાક્ષાત્ ગુરુરાજ જ મારે આંગણે પધાર્યા છે....” આટલું બોલતાં તે એકલવ્યના રેમેરામ નાચી ઊઠયા.... પિતાના વિદ્યાદાતાનું ઋણ કેવી રીતે ચૂકવી શકાય તેની અનંત ઉત્કંઠા તેનામાં ઊભરાઈ જાય છે. દ્રોણાચાર્ય જુવે છે..... એકલવ્યમાં અભુત ગુરુભક્તિ છે, નિષ્કપટપણું કૃતજ્ઞતા અને ઉદારતા છે.
85 એકલવ્યની અદ્દભૂત
સમર્પણ કળા
તેથી જ ગુરુ દ્રોણાચાય પિતે આજે એકલવ્ય પાસે | સામેથી કંઈક યાચના કરે છે.... “વત્સ! આટલી સુંદર વિદ્યા મેં જ તને શિખવીને ? તું કંઈક ગુરુદક્ષિણા નહી આપે ?...