________________
२२०
ચાર્યને લાગ્યું કે ચક્કસ અર્જુનને ભ્રમ થયે લાગે છે અથવા અર્જુનને કઈ દૈવી શક્તિએ છેતર્યો છે....છતાંય દ્રોણાચાર્ય અજુનની પાછળ જાય માર્ગમાં અર્જુન કશું જ બોલતો નથી.....ઝડપથી માર્ગ કાપી રહ્યો છે. એકલવ્યની નજીક આવતા પહેલા દ્રોણાચાર્ય ને અર્જુન એક ઝાડની પાછળ છુપાવાની સૂચના આપે છે. ઝાડના એથેથી દ્રોણાચાર્ય એક તરુણ યુવકના બાણના ગજબના દાવે નિહાળી ગજબનાક આશ્ચર્ય અનુભવે છે. તેમને પેલા તરુણ તરફ સહસા ભાવ • ઉછળે છે. તેઓ હવે સામે પગલે પેલા તરુણને મળવા
એકદમ ઝડપથી ચાલવા મંડયા...પેલે તરુણ-એકલવ્ય પણ દ્રોણાચાર્યને આવતા જોઈને પરમ આશ્ચર્ય અનુભવી રહ્યો છે. તેની ખુશીને કોઈ પાર નથી રહ્યોતે સામેથી જઈને ગુરુ દેવના પગમાં આળોટે છે. દ્રોણાચાર્યે આ ભીલ જેવા દેખાતા તરુણ એકલવ્યને પ્રેમથી ઊભે કર્યો અને એક એવી વાત્સત્યભરી દષ્ટિ તે તરુણ યુવક ઉપર નાંખી કે અર્જુન આ દ્રશ્ય જરાય સહી ન શક દ્રોણાચાર્ય સહજવારમાં પિતાની કલ્પનાની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવ્યા. તેમણે આ યુવકની બાણકળા અને જે પારંગતતા જોઈ તેને કઈ જેટ મળે તેમ નહતું. ખરેખર તો આવા સુગ્ય શિષ્ય પાસે અર્જુન પાણી ભરે તેવું લાગ્યું. પણ અર્જુન તરફના પ્રેમ અને અપાઈ ગયેલ વચનના ખ્યાલે દ્રોણાચાર્યે આંખોમાં ખૂબજ કમળતા ઉભરાતી હોવા છતાંય હૈયાને કઠણ કર્યું. તેમણે એકલવ્ય ને પૂછ્યું...“વત્સ...સાચું કહે આ બાણ વિદ્યાની પારંગતતા તું કયાંથી શિખે? ગમે તેવી સ્વાભાવિક ચતુરાઈ હોય તોય ગુરુની પરંપરા સિવાય કેઈનામાં આવી ભુશળતા આવી ન શકે!