________________
. ૧૮ પ્રશ્ન કર્યો તારા ગુરુ કોણ છે?” અર્જુનની પ્રતિભાથી જરાય ભ પામ્યા વિના એ તરૂણયુવકે કહ્યું; બંધુવર! હું એકલવ્ય છું....મારા પૂ. પિતાશ્રીનું નામ છે હિરણ્યધનુષ અને ધનુર્વિદ્યાના પારગામી દ્રોણાચાર્ય મારા ગુરૂ છે !!!
..અને અર્જુનની શંકા ૧૦૦ ટકા સાચી પડી....તે જાણતો હતો કે આ એકલવ્યને દ્રોણાચાર્ય સિવાય આ કલા કઈ શિખવાડી શકે જ નહીં અને દ્રોણાચાર્યે તો મને વાત્સલ્યપૂર્વક વચન આપ્યું છે કે હું તને જગતને બેનમૂન ધનુર્ધર બનાવીશ. ક્ષણવાર તેને ગુરૂના આપેલ વચન ઉપર વિચાર આવે છે....“આ શું થયું ?” પણ અજુન તે માટે એકલવ્યની સાથે કઈ વાત કર્યા વિના સીધે જ દ્રોણાચાર્ય પાસે દોડી જાય છે. દ્રોણાચાર્ય દ્વારથી અર્જુનને દોડતે આવતે જોઈને સ્નેહથી બેલાવે છે..“વત્સ! આટલો દોડતે ભાગતો તું શાને આવે છે? કેઈપણ જવાબ વાળ્યા વિના અજુન નજીક આવે છે દ્રોણાચાર્ય તેના ઉદાસ અને ગમ ગીન ચહેરાને જોઈને ડઘાઈ જાય છે. અર્જુન કદી રીસાયે નથી. અર્જુનને કદી કોઈને ડર નથી..અજુનની સામે કઈ થઈ શકે તેમ નથી છતાંય આજે અર્જુનનું મેં તું કેમ શ્યામ છે ! દ્રોણાચાર્યો પૂછાય તેટલા પ્રશ્નો પૂછયા... અજુનનું નીચે ઢળેલું મુખ પોતે હાથથી ઊંચું કરીને કહ્યું, “બોલ બેટા ! હવે તું જ કહે તને શું થયું છે?
અજુને પણ મહામહેનતે ડુસકાંને હૈયામાં છુપાવી દીધું અને જરાક સ્વસ્થ થઈને બોલ્યા “ગુરુવર ! તમે બેઠા છે ત્યાં સુધી મને કંઈ ડરાવે કે હરાવે તેમ નથી પણ આપે મને વચન નથી આપ્યું કે મારા જેવો ધનુર્ધારી બીજે કંઈ નહીં થાય? .