________________
વાઈ/ giી વાત મોટી “જે સાંભળે ટીકા તે કદી ન પડે ફીક્કા”
સુરમ્યપુરમાં શિલ્પરાજની અનોખા કલાકાર તરીકેની ખ્યાતિ છે. શિલ્પરાજ માનવેનાં પૂતળાં બનાવે છે. શિલ૫રાજના પૂતળાંએ બન્યાં પછી સાક્ષાત્ જીવંત માનવ જેવા જ લાગે છે. નજીકથી જઈને જોઈએ તો પણ ઓળખાય નહીં કે આ જીવતું માણસ છે કે પૂતળું છે. શિલ્પરાજ પોતે પણ આ કળાથી મુગ્ધ છે. તેને ચિરંજીવ બનવું હતું. શિલ્પરાજ જાણતા હતા કે અંત વખતે યમરાજા સહુને લેવા આવે છે. શિલ૫રાજે યમરાજની ચુંગાળમાંથી બચવા પોતાના જ જેવા સો પૂતળા તૈયાર કરી દીધાં. ભલૂભલા ભૂલા પડે તેવા પૂતળાં, અંતકાળ નજીક આવ્યું. શિલપરાજ તુરત ઊભા થઈને પૂતળાની હારમાં પહોંચી ગયા. આવી પહોંચેલા યમરાજ પણ આ પૂતળામાંથી શિલ૫રાજને ગેતી શકે તેમ ન હતા. યમરાજે ઊંડો વિચાર કર્યો. યમરાજ બોલી ઊઠયા “શિલ્પરાજ ! તારા બધાં પૂતળાં એક સરખા છે પણ આ એક પૂતળાનું નાક બરાબર નથી.” શિલ્પરાજથી આ બેટી ટીકા સહન ન થઈ. ભૂલ હોય તો શિલ૫રાજની કૃતિ નહીં શિલપરાજની કૃતિ હોય તો તેમાં ભૂલ હોય નહીં. સહસા શિલ્પરાજે કહ્યું-યમરાજ ! મારી બનાવવામાં નહીં પણ તમારી જોવામાં ભૂલ છે.” યમરાજ સમિત વદને બેલ્યા–“તારી પૂતળાં બનાવવામાં નહીં બોલવામાં જ. ભૂલ છે. ચાલ હવે ચમધામમાં અને પોતાની ટીકાને જવાબ આપવા જતાં ઓળખાઈ ગયેલ શિલ૫રાજને યમરાજ પિતાનાં ચમધામમાં લઈ ગયા............. ટીકાના જવાબ આપવાવાળા કેણુ ફિક્કા પડયા વિના રહ્યા છે? ટકાને પચાવવી એ સંજીવની અષધિ છે.