________________
૧૯૮
૩ હસવામાંથી ખસવું. દુર્યોધનને આ વાત સાંભળી ગુસ્સો આવી ગયે. મનમાં બેલી ઉઠયા–“જો ભીમમાં તાકાત હોય તો તે મારી સાથે લડે.
આવા દુબળાં છોકરાં સાથે શું લડે છે? “દુર્યોધને ભીમ પાસે આવી પડકાર કર્યો.” અરે ભીમ ! યુધિષ્ઠિર તને કશું કહેતાં નથી? અમારા નાનાભાઈએ સાથે શું કરવા ઝઘડે છે? તારા હાથમાં ચળ આવતી હોય તે આવને મારી સામે.”
"ભીમ બે “બંધુવર્ય!મેટાભાઈ યુધિષ્ઠિરને વચમાં લાવવાની જરૂર નથી. મારા હાથમાં કશી ચળ આવતી નથી પણ મને મઝા આવે છે આ છોકરાઓ સાથે ખેલવાની.”
દુર્યોધન કહ્યું “આવી જ મઝા આવે છે તને !; નબળાની આગળ શું જોર બતાવે છે? એકવાર તારે મઝા કરવી હોય તો આવને મારી જોડે, ભીમ સમિત કહે છે. “બંધુવર્ય દુર્યોધન!આ બાળક જેવા તમારા ભાઈઓ છે તેવા મારા ભાઈઓ છે. તેઓને ય આનંદ આવે અને મને આનંદ આવે માટે જ હું રમત કરું છું. દુર્યોધન કહે-“ભીમ ! હવે રહેવા દે બધી વાત. બિચારા મારા ભાઈઓ રડે અને તને આનંદ આવે ! આવ, મારી જોડે, આનંદ કર તૈયાર થઈ જા; લડવા.” ભીમ ઠંડે કલેજે કહે છે-“બંધુવર્ય દુર્યોધન! હું તે કયારનો ય તૈયાર છું. મારે તે મારા જેવા જોડે જ બાથરવું હોય છે, પણ તું.........મારા કરતાં ત્રણ પ્રહર મટે છે ને ! મોટાભાઈ એટલે અમારી જોડે ક્યાંથી રમવા આવે?” ભીમના આ પડકારે દુર્યોધન તૈયાર થઈ ગયે. મજા