________________
આ દુનિયા વિચિત્ર છે ! ગુલાબ પણ કાંટાની સાથે જ ઊગે છે! ધૃતરાષ્ટ્રને દુશલ્યા નામની એક બેન થઈ અને તે સિંધુ દેશના અધિપતિ જયદ્રથને પરણી હતી.
ર એકસે અને પાંચ બાળકનો
પવિત્ર પ્રેમ
વાત એકવાર છેડાઈ ગઈ. પણ....પછી ધીમે ધીમે તે વાત શમી ગઈ. હવે તે એક પાંચે ય કુરુવંશીઓ એક જ સાથે કીડાઓ કરે છે ! સવારથી સાંજ સુધી સાથે રમે છે. વહેલી સવારે માતા સત્યવતી–ભીમ પિતામહ-ધૃતરાષ્ટ્ર -પાંડુ-વિદર-તથા માતા ગાંધારી–કુંતી અને માદ્રીને પ્રણામ કરે છે. ખૂબ આનંદ-મંગલ વતે છે. સમસ્ત હસ્તિનાપુરને રાજ દરબાર ખૂબ ભર્યોભાદર્યો લાગે છે.
રાજકુલના દરેક વડીલે આ બાળકના સંસ્કાર માટે જાગૃત હતા. આ રાજકુમારને શિક્ષા આપવા ખૂબ પરિશ્રમ લેવામાં આવતું હતો ! બાળકનું મન ધર્મમય થાય તે માટે વડીલેએ ખૂબ કાળજી રાખી હતી છતાંય કૌર કરતાં પાંડવોમાં ધર્મ સંસ્કાર ખૂબ ખીલ્યા. પાંચ જણ દેવ-ગુરૂ-ધર્મના પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવતા હતા. રાત હોય કે દિવસ હોય પણ તેમના મનમાં પંચ પરમેષ્ઠિનું રટણ ચાલુ જ રહેતું હતું. કુલનું ગૌરવવંતુ વાતાવરણ હોવાં છતાંય અને વડીલોની એકસે પાંચેયને ધર્મના સુંદર સંસ્કાર આપવાની ચીવટ હોવા છતાંય પાંડમાં ધર્મસંસ્કાર ખૂબ વિકાસ પામ્યા. તેઓ બાળપણથી જ ચત બાળ શ્રાવક હોય તેવી રીતે વર્તવા માંડયા.