________________
૧૯૫ ખૂબ ઊંડા અર્થને સૂચવે છે! વિદુર આશ્ચર્ય ચક્તિ થઈ ગયા છે! ખરેખર નિર્ણયને વખતે મૌન રહેનાર ધૃતરાષ્ટ્ર પર વિદુર નારાજ છે!
મામલે આગળ વધે તે પહેલા પાંડુ બોલી ઊઠે છે. “બંધુ વિદુર ! આ તું શું બેલે છે! ખરેખર દુર્યોધન જ કુરુ વંશને અધિકારી છે! એજ ગાંધારીના ગર્ભમાં સર્વે પ્રથમ આવ્યું હતું ! યુધિષ્ઠિર ભલે જમે મોટો હોય પણ ખરેખર ઉંમર તો દુર્યોધનની જ મેટી કહેવાય. તે જ ભલે રાજા થાય. વિદુર ! એમ કંઈ છોકરાને ત્યાગ થાય ! આ તો કંઈ વાસણ–કુસણ છે કે તેને છોડી દેવાય. ભાવિની આવી આગાહીથી શું એક પિતા પુત્રને ઉછેરવાનું છેડી દે! અરે! પુત્ર કુલને નાશ કરે તેમ કહેવાશે તે કુલને ઉદ્ધાર કોણ કરશે? વિદુર ! તું ધીરે થા! આવી બાબતમાં કદી ઉતાવળ ન કરી શકાય.”
અને...પાંડુરાજની આ ભવ્ય પ્રતિભાથી તે નિમિત્તિ પણ વિચારમાં પડી ગયું છે !
નાની સરખી દેખાતી આ દુનિયામાં આવા મહામના માન રહે છે કે તેથી પૃથ્વી બહુરત્ના કહેવાય છે...!
નિમિત્તિયાએ ચાલતી પકડી! બિચારાએ સાચું કહીને દક્ષિણા ગુમાવી! વિદુર અને પાંડુ ધીમે પગલે પોતપોતાના મહેલ તરફ વળ્યા ! હજીય વિદુરને એ સમજાતું ન હતું કે ધૃતરાષ્ટ્ર મૌન કેમ છે? ધૃતરાષ્ટ્ર પણ શું કરે?,