________________
જે રાજવી હોય તે દેશ પણ ભાગ્યશાળી હોય તેવું પણ ધૃતરાષ્ટ્ર માને છે. છતાંય દુર્યોધન પરને પ્રેમ અંતઃકરણ માંથી હજીય જાગી રહેલ સ્વપુત્ર દુર્યોધનનો પક્ષપાત ધૃતરાષ્ટ્રને વિહ્વળ બનાવે છે.
ધૃતરાષ્ટ્રને રાજ ગાદી માટે
નિમિત્તિયાને પ્રશ્ન એકવાર રાજ્યસભા ભરાઈ છે! ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુર પણ હાજર છે. આ સમયે કઈ પ્રખ્યાત તીષીનું આગમન થયું છે ! ધૃતરાષ્ટ્ર આજે મનમાં ઘોળાઈ રહેલી શંકાનું નિવારણ કરવું ઉચિત માન્યું પાંડુને તો જાણે ભાવિ જાણવામાં રસ જ ન હતે ! તે તે વર્તમાનની ક્ષણને સફળ કરવામાં માનતા હતા. વિદુરને ભાવિ માટેની કોઈ શંકા ન હતી. પરંતુ મન ઝોકાં ખાતું હતું પેલા ધૃતરાષ્ટ્રનું !! અને તેથી જ તેમણે આ અવસરે પૂછી લીધું...“ભલે, યુધિષ્ઠિર જ્યેષ્ઠ હોય અને મહાન ગુણોથી યુક્ત હોય તેથી રાજા બને પણ યુધિષ્ઠિર રાજા બને તે બાદ મારા દુર્યોધનને રાજ્ય ભેગવવાના દિવસે છે કે નહીં.....?
બસ.., જ્યાં આ પ્રશ્ન થયે કે તુરત જ આકાશ જાણે ધૂળના વાદળથી ઘેરાઈ ગયું....!
ધરતી જાણે નિઃસાસો નાંખવા માંડી... શિયાળીયાઓએ પણ રડવાનું શરૂ કર્યું...
અને....સૂર્ય ઉપર પણ કુંડાળું થઈ ગયું..? આવા અશુભ લક્ષણે એકાએક પેદા થયેલા જોઈ ધૃતરાષ્ટ્રના પ્રશ્નના