________________
૧૧
આ તરફ સમય પસાર થતો ગયો તેમ કુંતીને બીજી ભવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે ઈંદ્ર મહારાજાને જોયા. આ ઈંદ્રના સ્વપ્નથી પ્રસન્ન થયેલી કુંતીએ જ્યારે ચોગ્ય કાળે બાળકને જન્મ આપે ત્યારે તેના માટે દિવ્ય વાણી તે પ્રગટી પણ અપ્સરાઓએ આકાશમાં નૃત્ય કરીને તેના જનમને મહિમા કર્યો. આ મહિમાવંત બાળક જ અર્જુન નામે પ્રસિદ્ધ થયે!
પાંડુરાજને ત્યાં તો આનંદ પર આનંદના જ દિવસે હતા. કુંતીએ ત્રણ પુત્રને જન્મ આપે તો માદ્રીએ પણ એક સુંદર જેડકાને જન્મ આપે. આ બંને ય રાજકુમારોના નામ સહદેવ અને નકુલ પાડવામાં આવ્યા.
પાંડવના આ પાંચેય પુત્રે મહાભાગ્યશાળી–ધર્મશીલ અને ભાવિમાં કલ્યાણની પ્રાપ્તિ કરનારા હતા. તે દરમ્યાન ધૃતરાષ્ટ્રની આઠ રાણુઓને ત્યાં પણ વિવિધ પુત્રના જન્મ થયા. સર્વ મળી ૧૦૦ પુત્રો થયા ! તેમના નામ નીચે પ્રમાણે છે !
: ગાંધારી આદિના ૧૦૦ પુત્રો
(૧) દુઃશાસન (૨) દુસહ (૩) દુશલ (૪) રણ (૫) શ્રાન્ત (૬) સમાય (૭) વિન્દ (૮) સર્વસહ (૯) અનુવિન્દ (૧૦) સુભીમ (૧૧) સુબાહુ (૧૨) દુપ્રઘર્ષણ (૧૩) દુર્મર્ષણ (૧૪) સુગેત્ર (૧૫) દુષ્કર્ણ (૧૬) દુઃશ્રવા (૧૭) વરવંશ