________________
વાળTITી વિITોટી
ક “ઉતાવળની ભૂતાવળ?" શેઠ દુકાન પર આવે છે....દુકાનમાં એક માણસને આમ. તેમ ફાંફા મારતો અને સીસોટી વગાડતો જુએ છે...શેઠને પિત્તો ઉછળે છે. નોકરી કરવાના આવા ઢંગ છે. તરત પેલાને પૂછે છે–“તું શું કરવા બેઠો છે?”.... નીકળી જા અહીંથી.” “બલ...તારે પગાર કેટલો છે?”
પેલો માણસ શેઠના સવાલથી ડઘાઈ જાય છે.... “સાહેબ ! ૧૫૦ રૂ.” તે બોલી ઉઠે છે અને શેઠ તે માણસ કશું બોલે તે પહેલાં ગજવામાંથી રૂ. ૧૫૦ કાઢે છે....લે.. તારે પગાર અને હવે કોઈ દિવસ આ દુકાન પર આવતે નહી. પેલા માણસે પણ કશું બોલ્યા વગર ૧૫૦ રૂપિયા ખસામાં મૂકી દીધા અને ચાલતી પકડી.
જરા અંદર આવીને શેઠે મેનેજરને પૂછયું-કેવા માણસે રાખ્યા છે તમે નોકરીમાં? પેલા બહારે બેઠાં બેઠાં કશું કામ કરે નહીં, સીટીએ મારે તેવા માણસને ૨ખાય???
મેનેજર–“શેઠ સાહેબ ! ન રખાય.”
શેઠે કહ્યું-“ન રખાય શું ? મેં તે એને પગાર ચૂકવીને. હમણાં જ રવાના કરી દીધું છે.”
મેનેજર-“સાહેબ, કેને? શેઠ“પેલે બહાર બેઠા હતા તેને.” મેનેજર–“અરે ! ભગવાન !” શેઠ– “શું થયું ?....ભગવાન કેમ યાદ આવ્યા ?”
“કશું નહીં, બહાર બેઠો હતો તે તો આપણે ત્યાં નોકરી કરતે જ નહતો. એ તે બહારથી પિતાના શેઠ માટે કંઈક ખરીદી કરવા આવ્યો હતો”....મેનેજરે ચેખવટ કરતાં કહ્યું. શેઠ બરાડી ઉઠ–“સાલી જરાક ઉતાવળમાં રૂા. ૧૫૦નું પાણું થઈ ગયું. પણ હવે શું થાય?”
ઉતાવળની ભૂતાવળ થઈ ચૂકી હતી.