________________
૧૮૫
કરે જોઈતું હતું. તેમ ન થતાં ભલે યુધિષ્ઠિરને જન્મ મહોત્સવ થયે પણ હવે તો ગાંધારીના આ પ્રથમ પુત્રને
ખ્યાલમાં રાખી ખુદ પાંડુએ જ મહાન આયેાજન કર્યું. ગાંધારીના પ્રથમ પુત્રનું નામ પડયું દુર્યોધન!
કુંતીના પ્રસિદ્ધ પુત્રનું નામ થયું. ભીમ....પવનપુત્ર ભીમના જન્મ વખતે જ દિવ્યવાણી પ્રગટ થઈ હતી.”
આ પુત્ર વજ જેવી કાયાવાળે થશે... પિતાના વડીલ ભાઈ પર તેને અપાર પ્રેમ હશે.” અને...આ જ ભવમાં સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરશે...”
આવી દિવ્યવાણું આ પુત્ર માટે થઈ હોવા છતાંય પાંડુ જરાય ગવિત ન હતા. મહાપુરુષોના જીવનની એ જ મહત્તા છે કે તેઓ સાગર જેવા ગંભીર હોય છે... - દુર્યોધન અને ભીમ એક જ સરખી વયના હેવાથી તેમના લાલન-પાલન એક સાથે થવા માંડ્યા ! બંનેય બળિયાઓને કલહ પણ બાળપણથી શરૂ થઈ ગયેલ. કેઈ. વાર જમીન પર આળોટતા દુર્યોધનને પગ ભીમ પકડીને ખેંચતે તે કઈવાર દુર્યોધન ભીમના બધાં રમકડાં કે ભેજન ખેંચીને લઈ લેતો....આ બંનેમાંથી કોઈનું ય લેહી જાણે શાંત રહેવા ટેવાયું જ ન હોય તેમ લાગ્યા કરતું હતું ઘર પણ આ બળિયાના બાલ કજિયાથી ભર્યું –ભર્યું લાગતું હતું.
જ શિલાના ચૂરા – ભીમ અખંડ ! એકવાર શ્રી પાંડુરાજા સાથે મહારાણું કુંતી વસંત વિહાર કરવા ગયેલા આતુરાજ વસંતે વનશ્રીને જાણે નવાં