________________
૧૮૩ કુંતીને લાગતું કે તે આખાય પર્વતને ઉપાડીને તેને ચૂરે કરી રહી છે કયારેક તેને લાગતું કે તે વજને પણ આંગળીના ટેરવાથી ઉછાળી રહી છે. આ બધા તેની કુક્ષીએ આવેલ ભાવિના મહાન આત્માના લક્ષણો હતાં. ધીર ગંભીર કુંતી આરાધના પૂર્વક દિવસેને પસાર કરે છે. હવે લગભગ નવ માસ પૂરા થવા આવ્યા છે.
જ ગાંધારીને ભયંકર ગર્ભપીડા
પિલી ગાંધારી બિચારી ત્રીસ મહિના થયા ગર્ભને ધારણ કરીને બેઠી છે. પણ પુત્ર જન્મ થતો નથી. ગર્ભ અખંડ છે. મૃત પણ નથી. અને સ્થિર પણ નથી. ગાંધારી પીડા પામે છે. પીડા પામતી અને કુંતીની ઈર્ષ્યાથી સળગતી ગાંધારી હવે જાણે ગાંડી બની છે. પિતાના પેટ ઉપર તીવ્ર પ્રહારે કરવા માંડી છે. પોતાના હાથની મુઠ્ઠીઓ કચકચાવીને પેટ પર મારે છે. આવા રેજના પ્રહારેથી એક દિવસ તે ગર્ભ ખરેખર બહાર નીકળી ગયો. હજી ત્રીસ માસ થયા હોવા છતાં ગર્ભ પૂરે વિકાસ પામ્ય ન હતો. ગર્ભ બહાર નીકળી ગયે ત્યારે પણ તે માંસના વિચિત્ર પિંડ જેવા લાગતે હતો. ગાંધારીએ ત્રાસી જઈને નોકરીને કહ્યું – “જાવ, આ માંસના પિંડને બહાર ફેંકી દો.” ગાંધારી આજે ફરજ ચૂકી હતી. ઘરની ઘરડી ડેસીઓ દોડી આવી. ગાંધારીને ખૂબ સમજાવી પણ ગાંધારીને ગુસ્સો છે કે આ પાપપિંડ મેડે કેમ જન્મે ? પેલે યુધિષ્ઠિર હવે રાજ બનશે તે મને રાજ્ય સુખ ક્યારે? ગાંધારીને એક જ સવાલ છે. તે કહે