________________
\ ૧૮૭
કંકેલી વૃક્ષને જોયું. આ વૃક્ષને જોતાં જ ત્યાં જઈને થાક ઉતારવાનું મહારાણી કુંતીએ નક્કી કર્યું. આ સ્થાન ડું, સાંકડું અને ખૂબ ઊંચું હતું છતાંય તેની મનોહરતા. અપાર હતી. કુંતીએ પોતાના બાળ ભીમને ખોળામાં બેસાડી હલરાવવા માંડ્યો. મહારાણુ કુંતી બાળ ભીમને જોતાં-જોતાં અપાર હરખાય છે....ગાઈ રહ્યા છે કે “એ કુરુવંશના મુગટ....! એ..જગતના લેકે માટે અમૃત (સુધા)ની ધાર વરસાવનાર ચંદ્ર....! બેટા, હવે તું પણ સૂઈ જા..... અને માના મીઠા વેણથી બાળ ભીમ પણ માતા કુંતીના ખેાળામાં ઘસઘસાટ ઊંઘી ગયા !
પેલી બાજુ પાંડુરાજા એક મનહર ચંપક પુષ્પની માળા લઈને આવતા હતા. તેમને ઈરાદો આ માળા મહારાણી કુંતીનાં ગળામાં પહેરાવવાનો હતો. શ્રી પાંડુરાજાના ચહેરા પર અદ્ભુત આતુરતા હતી. મહારાણું કુંતી શ્રી પાંડુરાજની. આતુરતા સમજીને એકદમ ઊભા થઈ ગયા. પતિદેવ શા. માટે મારી પાસે આવે? હું જ કેમ સ્વામીની પાસે ન જઉં? એવા જ કંઈક મનભાવે તેઓ આગળ વધ્યા. પણ ખેાળામાં લાડીલે લાલ સુતે છે તે યાદ ન રહ્યું એક બાજુ શ્રી પાંડુરાજે મહારાણી કુંતીના ગળામાં માળા તે પહેરાવી દીધી પણ પણ પેલે બાળભીમ ત્યાં જ માતા કુંતીના ખેાળામાંથી પડી ગયે.
ક્ષણવારમાં આશું થઈ ગયું....? આ શું થઈ ગયું....?” એમ વિચારતાં મહારાણી કુંતી તે આભા જ બની ગયા અને જેવા લાગ્યા. એક હાથ માળા તરફ ફેલાવ્યો હતો તે