________________
છે” અત્યાર સુધી તે પતિ ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે રાજપત્ની ન બની શકી અને હવે આ પાપપિંડ મેડો જમ્યા! પિલે યુધિષ્ઠિર રાજા બનશે તે મારા નસીબમાં રાજ્ય સુખ કયારે ?”: આવા પાગલતા પૂર્વકના વિચાર કરતી ગાંધાકરીને કુલવૃદ્ધાઓએ જણાવ્યું– “ગાંધારી તું સમજુ છે. પુણ્યની વૃદ્ધિ કર. જન્મ અને મરણ એ કંઈ સ્પર્ધા કરવાની વાત નથી અને આ તારે પુત્ર એમ તે મહાન બનવાને છે. અરે! યુધિષ્ઠિરથી પણ આગળ વધશે. માટે શેક ના કર માતાને ઉચિત કાર્યને સંભાળ.”
આખરે શાંત બની ગાંધારીએ પુત્રને ઘીના પુમડા બના વીને એક સેનાના કુંડમાં પધરાવી તેની સારવાર શરૂ કરી હજી તેના અંગના વિકાસ માટે ગરમ વાતાવરણની જરૂર હોવાથી તેને કુંડમાં જ રાખ પડ્યો હતો.
દુર્યોધન તથા ભીમનો જન્મ
ગંધારીની દુઃખની આગમાં કેઈએ જાણે ઘી હોમ્યું હોય તેવી રીતે તેનાં આ પુત્રને જન્મ થયાને માત્ર ત્રણ જ પહેર થયાને કુંતીએ બીજા પુત્રને જન્મ આપ્યું. માત્ર ત્રણ જે પહેરને ફરક એક જ દિવસે બંનેને જન્મ હતે. છતાં ય તે બંનેના ભાવિ તદ્દન જુદા હતા.
પાંડુએ આ બંનેય પુત્રના જન્મની ખુશી મનાવી. તેમણે બંનેના નિમિત્તે એક ભવ્ય મહોત્સવ કરાવ્યું. પાંડુના હદયમાં હશે કે પહેલે જન્મ મહોત્સવ ગાંધારીના પુત્રને