________________
૧૭૯
કૃષ્ણને કે ઉગ્રસેનને જે વિવાદ હતું તે કંસ માટે હતે. કંસની પત્ની જીવયશા ગમે તેવી સ્વામીભક્તિ બતાવે તે માટે કેઈનેય તે વધ્ય નથી લાગતી. સહુ તેની પતિભક્તિથી મુગ્ધ છે. જીવયશા પણ અંદરથી અશાંત છે. હવે પતિનું ઘર છોડી પિતાને ઘેર પહોંચે છે. મહારાજા જરાસંધને અનેક પ્રકારે ઉગ્ર કરે છે. કંસની હત્યાની કરુણતાથી જરાસંધના હૃદયને પીગળાવે છે.
કર વસુદેવ શૌરીપુરથી પલાયન
જીવયશા યાદવકુળને સંહાર કરવાની પ્રતિજ્ઞા કરીને ગઈ છે. રાજા વસુદેવ ચિંતામાં પડયા છે. કૃષ્ણ અને બળભદ્રમાં પરાક્રમ છે. પણ હજી તેઓ કંઈ જામી ગયેલા મહારાજાઓ નથી. પેલીબાજુ જરાસંધ એક મહાપરાક્રમી રાજા તરીકે કયારનાય ખ્યાત થઈ ગયા છે. વસુદેવ ભાવિની ચિંતામાં છે. ચિંતાહર એવા પેલા કૌટુંકી નિમિત્તિયાને યાદ કરે છે. કૌદ્ધકી વસુદેવને સાચી સલાહ આપે છે. ભાવિની સાચી દિશા બતાવે છે. કૌકી કહે છે “રાજન ! વસુદેવ ! તારા બલરામ અને આ કૃણ બેય પુત્રે અધ ભરતના માલિક થવાના છે. તેમનું ભાગ્ય દરેક રીતે સુંદર છે. પણ હજી તારા પુત્રને પણ ભાગ્યેાદયને કાળ નથી આવ્યા. હમણાં તો આ શૌરીપુરને છેડીને તમારે અને તમારા સહુ અનુયાયીઓએ નાશી જવાનું છે. તેમાંય પશ્ચિમ દિશાના દરિયા તરફ જજે. અને જ્યાં કૃષ્ણની પત્ની સત્યભામા જોડકાને જન્મ આપે ત્યાં જ તમે નગરી વસાવીને રહેજે. કે