________________
૧૭૫ ૫ પુણ્ય સામત તે બધી કરામત કારગત!
હોંશીયાર લેક એવી રજૂઆત કરે છે કે અમે સલાહ લેવા આવ્યા છીએ પણ....ખરી રીતે તો તેઓ પોતાની વાતની સ્વીકૃતિ કરાવવા જ આવ્યા હોય છે. બૃહસ્પતિને કંસે સલાહ લેવા લાવ્યા છે પણ ખરેખરતો કંસને શ્રી કૃષ્ણજીની હત્યા માટે મંત્રી બૃહસ્પતિનો સહકાર જોઈએ છે. મૃત્યુ તો સહુનું નિશ્ચિત જ હોય છે. પણ કંસનું આપણને કમકમાટી ઉપજાવે તેવું છે. પોતાના જ રાજ્ય જીવનમાં આવી નામોશીથી મરવું કેટલું ખરાબ હતું ! જે કંસે એકવાર પણ પોતાના ભાઈમુનિના વચનને
વિચાર કર્યો હોત તો આવી દશા ન થાત ! રા; અતિમુક્તમુનિએ જીવયશાને શ્રાપ આપ્યો ન હતો.
પણ..તેમને આત્મા અત્યંત દુઃખિત થઈ જતાં તેમના મુખમાંથી શબ્દો અનાયાસે નીકળી ગયા હતા. કેઈ પણ જીવની આંતરડી કકળી ઊઠે તેટલું દુ:ખ આપણે આપીએ છીએ ત્યારે તે જીવને નિસાસે આપણને લાગ્યા વગર રહેતો નથી.